નવી દિલ્હીઃ ભારતીય જ્યોતિષ શાસ્ત્રના અનુસાર કુલ 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો.  જાણો કઈ રાશિના વ્યક્તિએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ. સનાતન ધર્મના મંત્રોને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંત્રોની શક્તિથી વ્યક્તિ દેવી-દેવતાઓને પણ પ્રાપ્ત કરી શકે છે.  મંત્રોને સિદ્ધ કરીને કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 12 રાશિઓની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ પોતાની રાશિ પ્રમાણે મંત્રોનો જાપ કરે તો તેને ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તે પોતાના ભાગ્યમાં આવતા અવરોધોથી મુક્તિ મેળવી શકે છે. કઈ રાશિયના વ્યક્તિએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 પોતાની રાશિના પ્રમાણે આ મંત્રોનો કરો જાપ:
 1. મેષ રાશિના લોકોએ ઓમ હનુમતે નમ:નો જાપ કરવાથી ફાયદો થશે


2. વૃષભ રાશિના લોકોએ મા દુર્ગાની ઉપાસના કરવી જોઈએ. સાથે જ 'દેહી સૌભાગ્યમ આરોગ્ય દેહિ મે પરમ સુખમ' અને રૂપમ દેહિ જયમ દેહિ યશો દેહિ દ્વિશો જહિ નો જાપ કરવો જોઈએ.


3. મિથુન રાશિના લોકોએ 'ઓમ ગં ગણપતયે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. અને મિથુન રાશિના લોકોએ ગણેશજીની પૂજા પણ કરવી જોઈએ.


4. કર્ક રાશિના લોકોએ શિવલિંગ સામે બેસીને ' ઓમ નમ: શિવાય' મંત્રનો જાપ કરવો જોઈએ. 


5. સિંહ રાશિના લોકોએ  'ઓમ સૂર્યાય નમ' મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. 


6. કન્યા રાશિયના જાતકોએ ગણેશ ભગવાન સામે બેસીને ' 'શ્રી ગણેશાય નમ' મંત્રનો કરવો જોઈએ જાપ


7.તુલા રાશિના લોકો જો દેવી લક્ષ્મી 'ઓમ મહાલક્ષ્માય નમઃ' મંત્રનો જાપ કરે તો બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.


8.  વૃશ્ચિક રાશિના લોકોએ હનુમાનજીનું રોજ ધ્યાન કરવું જોઈએ. અને આ રાશિના લોકોએ 'ઓમ રામદૂતાય નમ' મંત્રનો જાપ કરવો જોઈએ. 


9 .ધનુ રાશિના લોકોએ ભગવાન વિષ્ણુના મંત્ર ' ઓમ નમો ભગવતે વાસુદેવાય'નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ  શકે છે. 
10. મકર રાશિના લોકોએ શનિદેવના મંત્ર 'ઓમ શન શનૈશ્ચરાય નમ'નો જાપ કરવો જોઈએ. 


11. કુંભ રાશિના લોકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.


12. મીન રાશિના લોકોએ રોજ 'ઓમ નમો નારાયણ'નો કરવો જોઈએ જાપ