નવી દિલ્હીઃ હિંદૂ ધર્મમાં ત્રિદેવને સૌ કોઈ જાણે છે. બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ, એક સૃષ્ટિની રચના કરનાર, એક પાલનહાર અને ત્રીજા સંહારક. ત્રણેયની શક્તિની કોઈ સીમા નથી. બ્રહ્માના મહાવિધ્વંસક અસ્ત્રનું નામ છે બ્રહ્માસ્ત્ર, મહાદેવ પાસે ત્રિશૂલ છે અને ભગવાન વિષ્ણુ સુદર્શન ચક્ર ધારણ કરે છે. ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર શ્રીકૃષ્ણએ આ જ સુદર્શન ચક્રથી અનેક રાક્ષસોનો વધ કર્યો હતો. આજે અમે તમને આ જ અસ્ત્ર વિશે માહિતી આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુદર્શન ચક્રનું નામ બે શબ્દો પરથી લેવામાં આવ્યું છે. સુ અને દર્શન. જેનો અર્થ છે શુભ દ્રષ્ટિ. તમામ મહાઅસ્ત્રોમાંથી માત્ર સુદર્શન ચક્ર એવું છે, જે સતત ગતિશીલ હોય છે. તેના નિર્માણ મામલે અનેક કહાનીઓ છે. અનેક શાસ્ત્રો કહે છે કે, આ બ્રહ્મા,વિષ્ણુ, મહેશ અને બૃહસ્પતિની શક્તિથી બનેલું છે.


એક કહાની એવી પણ છે કે, તેને દેવતાઓના રચનાકાર વિશ્વકર્માએ બનાવ્યું હતું. વિશ્વકર્માના પુત્રી સંજનાનો વિવાહ ભગવાન સૂર્ય સાથે થયા હતા. પરંતુ સૂર્ટના તેજના કારણે તે તેમની નજીક નહોતી જઈ શકતી. આ વિશે તેણે પોતાના પિતાને જણાવ્યું. જે બાદ વિશ્વકર્માએ સૂર્યનું તેજ ઓછું કર્યું. એના પછી જે ધૂળ બચી, તેને વિશ્વકર્માએ જમા કરી અને તેમને ત્રણ વસ્તુઓ પસંદ આવી. પહેલું પુષ્પક વિમાન, બીજું ત્રિશુલ અને બીજું સુદર્શન ચક્ર.


જો કે, પૌરાણિક ગ્રંથ એવું પણ કહે છે કે, એકવાર અસુરોએ સ્વર્ગ પર આક્રમણ કરીને દેવતાઓને બંદી બનાવી લો. ભગવાન વિષ્ણુ પણ તેની રક્ષા ન કરી શક્યા. જે બાદ તેમણે ભગવાન શિવની સહસ્ત્ર કમળોથી પૂજા કરી. ભગવાન શિવ તેમની સમસ્યાથી ખુશ થયા પરંતુ તેમને પોતાની માયાથી એક કમળ ગાયબ કરી દીધું. ભગવાન વિષ્ણુને જ્યારે એક કમળ ન મળ્યું તો તેમણે પોતાનું એક નેત્ર કાઢીને શિવલિંગ અર્પણ કર્યું. જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્ર આપ્યું, જેનાથી નારાયણે અસુરોનો વિનાશ કર્યો.


મહાભારતના પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને ખાંડવ વનને બાળવામાં અગ્નિ દેવની મદદ કરી હતી. બદલામાં તેમણે કૃષ્ણને એક ચક્ર અને એક કૌમોદકી ગદા ભેટ આપી હતી. એક પ્રચલિત કથા એવી પણ છે કે, પરશુરામ ભગવાને ભગવાન કૃષ્ણને સુદર્શન ચક્ર આપ્યું હતું.


સુદર્શન ચક્રની ખાસિયત એ છે કે, તેના દુશ્મન પર ફેંકી નથી શકાતું. તે મનની ગતિથી ચાલે છે અને દુશ્મનનો વિનાશ કરીને પાછું આવે છે. આખી ધરતી પર તેનાથી બચવાની કોઈ જગ્યા નથી. પુરાણોના પ્રમાણે, આ એક સેકંડમાં લાખો વાર ઘૂમે છે. પલક ઝબકતાની સાથે તે લાખો યોજન(1 યોજન=8 કિમી)નો સફર કરી શકે છે. જેનું વજન 2200 કિલો માનવામાં આવે છે.


આ એક ગોળાકાર અસ્ત્ર છે, જે આકારમાં લગભગ 12-30 સેન્ટિમીટર વ્યાસનો છે. સુદર્શન ચક્રમાં બે પંક્તિઓમાં લાખો ખીલાઓ વિપરીત દિશાઓમાં ચાલે છે. જે એક ધારદાર કિનારો આપે છે. માનવામાં આવે છે તે કે બ્રહ્માસ્ત્ર કરતા અનેક ગણું તાકાત ધરાવે છે.