નવી દિલ્હીઃ એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતા (Mata Sita) ને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. સંકટમોચક હનુમાનજીના ભક્તોની સંખ્યા અગણિત છે. હનુમાન જી (Hanuman Ji) ને સમર્પિત કરવામાં આવેલા મંગળવાર અને શનિવારે લોકો વ્રત રાખે છે. તેમની પૂજા અર્ચના કરે છે. આવું કરવાથી હનુમાનજી પોતાના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે. હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે પડ્યું નામ-
બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે. તો એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતા (Mata Sita) ને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના સેંથામાં સિંદૂર ભરે છે.


અને હનુમાનજીએ આખા શરીરમાં લગાવ્યું સિંદૂર...
હનુમાન જીએ માતા સિતાની વાતને સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર સેંથામાં સિંદૂર પુરવાથી ભગવાનને આટલો લાભ થાય છે તો હું આખા શરીરમાં જ સિંદૂર લગાવી લઉં છું, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે. હનુમાન જીને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રી રામ તેનું કારણ પુછે છે. હનુમાનજી જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ હનુમાનજીને કહે છે કે, આજથી તમારું નામ બજરંગ બલી પણ રહેશે. બજરંગબલી બે શબ્દોથી બન્યું છે. બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી. બસ ત્યારથી જ રામભક્ત હનુમાનને સિંદુર ચડાવવાની પ્રથા છે. આનાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે.