નવી દિલ્લીઃ ઘણી વાર ઘરમાં રહેલા વડીલો હથેળી પર કેટલીક વસ્તુઓ આપવાનો ઇનકાર કરે છે. આ વસ્તુઓને સીધી કોઈને હાથોહાથ આપવી ન જોઇએ. એવું કહેવાય છેકે, આમ કરવાથી અશુભ થાય છે. આવું કરવાથી માતા લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. જેને કારણે તમારા ઘરમાંથી બરકત જતી રહે છે. ખાસ કરીને તમારા ઘરમાં ગરીબી આવી જાય છે. એટલું જ નહીં આવું કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઝઘડા થાય છે. તેથી કેટલીક વસ્તુઓ કોઈને હાથોહાથ ક્યારેય ન આપવાની સલાહ જ્યોતિષ શાસ્ત્રોમાં આપવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય કોઈને આ ત્રણ વસ્તુઓ હાથોહાથ ન આપવી જોઈએ. એમાં સૌથી પહેલાં આવે છે મીઠું. બીજા નંબરે આવે છે રોટલી. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે પાણી. જ્યારે પણ તમે મીઠું, રોટલી કે પાણી કોઈને આપો તે તે પ્લેટમાં મુકીને આપો. હાથોહાથ ન આપો. કારણકે, આ ત્રણેય વસ્તુઓ કોઈને હાથોહાથ આપવાની તમારી આ એક ભૂલ તમને અને તમારા પરિવારને પડી શકે છે ભારે. બને ત્યાં સુધી પરિવારના સભ્યોએ પણ આનાથી બચવાની જરૂર છે.


જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ 5 વસ્તુઓ ક્યારેય હાથોહાથ ન આપવી જોઈએઃ


1) જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈને હાથોહાથ મીઠું ન આપવુ જોઈએ. તેના બદલે થાળી-વાસણમાં રાખી મીઠું આપો. બીજાના હાથમાં મીઠું સીધું આપવાથી ઝઘડો થાય છે અને પુણ્ય ઘટે છે.


2) જ્યોતિષ શાસ્ત્ર મુજબ તો કોઈને હાથોહાથ પાણી આપવાની પણ મનાઈ કરવામાં આવી છે. કારણકે, આવી કરવાથી તમારા ત્યાં દરિદ્રતા આવે છે. પાણી હંમેશા જ્યારે પણ કોઈને આપો ત્યારે ગ્લાસ પ્લેટમાં મુકીને જ આપવો જોઈએ.


3) તેવી જ રીતે ક્યારેય કોઈના હાથમાં રોટલી સીધી ન આપવી જોઈએ. રોટલીને હંમેશા પ્લેટ વગેરેમાં રાખીને આપવી જોઈએ. હાથમાં રોટલી આપવાથી ઘરની સમૃદ્ધિ જાય છે. હંમેશા સન્માન સાથે રોટલી આપો. જો તમે કોઈની થાળીમાં રોટલી પીરસો તો પણ રોટલી હાથમાં ન લો, પણ રોટલીને થાળીમાં રાખો અને પછી કોઈની થાળીમાં પીરસો.


4) જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવા છેકે, કોઈ વ્યક્તિને રૂમાલ ન આપો, પરંતુ તેને ક્યાંક રાખો અને સામેની વ્યક્તિ તેને હાથથી ઉપાડી લે. હાથમાં રૂમાલ આપવાથી ધનની હાનિ થાય છે.


5) જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ક્યારેય પણ કોઇના હાથમાં સીધું મરચું ન આપો, પરંતુ મરચાને હંમેશા વાસણ કે થાળીમાં રાખો. નહિંતર, આમ કરવાથી તેમની વચ્ચે ઝઘડા થાય છે. એ જ રીતે પીવા માટે પાણી કોઈના હાથમાં ન આપવું જોઈએ, પરંતુ વાસણમાં આપવું જોઈએ. આનાથી ધન, ધર્મ અને પુણ્યની હાનિ થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)