હિના ચૌહાણ, અમદાવાદઃ રાધણ છઠ્ઠના દિવસે દરેકના ઘરે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. ગૃહિણીઓ વહેવી સવારથી જ વાનગી બનાવવા માટે રસોડામાં વ્યસ્ત થઈ જાય છે. છઠ્ઠમાં બનાવેલી વાનગીઓને સાતમના દિવસે ખાવામાં આવે છે. સાતમ આઠમનો તહેવાર જ એવો છે જેમાં છઠ્ઠના દિવસે તૈયાર કરાયેલું ભોજન જમાય છે. ત્યારે બે દિવસ સારું રહે તેવું ભોજન બનાવવમાં આવે છે. દરેક વાનગી એવી નથી હોતી કે, જે બે દિવસ સારી રહી શકે. અમુક ખાસ પ્રકારની વાનગી એવી છે જેને સરળતાથી બે દિવસ સુધી રાખી શકાય છે અને જમી શકાય છે. માટે મોટાભાગના લોકોના ઘરમાં તે જ પ્રકારની વાનગીઓ તૈયાર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના છઠ્ઠા દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર માનવવામાં આવે છે. આ દિવસે ઘરની સ્ત્રીઓ પોતાના બાળકો અને પરિવારના સભ્યો માટે વિવિધ વાનગીઓ બનાવે છે. આ દિવસને સૌ કોઈ પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ રાંધવામાં વ્યસ્ત થઈ જાય છે. રાંધણ છઠ્ઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત થઈ જાય અને નવી-નવી વાનગીઓ બનાવે છે. ત્યારે આજે તમારા માટે રાંધણ છટ્ઠના દિવસે કઈ વાનગીઓ બનાવવી તેનું લિસ્ટ લઈને આવ્યા છીએ.


છઠ્ઠમાં બનાવાતી વાનગીઃ


-બાજરીના વડા
-મેથીના થેપલા
-કંકોડાનું શાક
-ભરેલા ભીંડા
-પાત્રા
-દૂધીના મૂઠિયા
-મીઠી ફરસી પૂરી
-તીખી પૂરી
-તીખી સેવ
-કઢી
-તળેલા મરચા
-મિષ્ઠાન
-લાડવા
-ભેળપુરી
-ફ્રૂટ સલાડ
-સેન્ડવીચ


છઠ્ઠના દિવસે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાત્રે ઘરના ચુલ્હાની સાફ સફાઈ કરાઈ છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ નહીં કરવાની માન્યતા છે. 


સાતમના દિવસે ખવાય છે ઠંડી વસ્તુઓઃ
આ તહેવારના મહત્વ મુજબ છઠ્ઠના દિવસે તૈયાર થયેલી વાનગીઓ સાતમના દિવસે ખાવામાં આવે છે. એટલે કે, જે વાનગી આગલા દિવસે બનાવી હોય તેને બીજા દિવસે એટલે કે, સાતમના દિવસે આરોગાય છે. ત્યારે આગલા દિવસે બનેલું ભોજન બીજા દિવસે ખાવું જોઈએ કે નહીં. ઠંડુ ભોજન ખાવાથી શરીરને શું અસર થાય છે તે જાણવા માટે ZEE 24 કલાકની ટીમે ડૉક્ટર સાથે ખાસ વાતચીત કરીને અને જાણ્યું કે, છઠ્ઠના દિવસે બનેલું ભોજન સાતમના દિવસે ખાવું જોઈએ કે નહીં.


ઠંડા ભોજન અંગે ડૉક્ટરની આ સલાહઃ
છઠ્ઠના દિવસે આપણે બનાવેલું ભોજન સાતમના દિવસ સુધી ખાવું જોઈએ કે નહીં તે જાણવા માટે ZEE 24 કલાકની ટીમે 'MD ફિઝિશિયન ડૉ. પ્રવીણ ગર્ગ' સાથે ખાસ વાતચીત કરી. ત્યારે આ અંગે ડૉ. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, હાલ ચાલી રહેલી સિઝનમાં કોઈ પણ વાસી ભોજન ખાવું તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હાલ રોગચાળાનો દોર ચાલી રહ્યો છે. ચોમાસાની સિઝનના કારણે કોઈ પણ બિમારી તરત જ લાગી જાય છે તેવી સ્થિતિમાં વાસી ભોજન શરીર માટે હિતાવહ નથી. ડૉ. પ્રવીણ ગર્ગે પોતાનો મત રજૂ કરતાં વધુમાં જણાવ્યું કે, તહેવાર છે તેને મનાવીએ તે બધુ યોગ્ય છે પરંતુ આ સિઝનમાં વાસી ચીજવસ્તુઓ ખાઈને બિમારીને આમંત્રણ આપીએ તે યોગ્ય નથી. આમ ડૉક્ટરનું સ્પષ્ટ રીતે એવું કહેવું છે કે, વાસી ભોજન સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. માટે તેનાથી દુર જ રહેવું જોઈએ અને પરિવારમાં માંદગીને આમંત્રણ ન આપવું હોય તો વાસી ભોજન ન ખાવું જોઈએ.