Friday Astro Tips: શુક્રવારએ લક્ષ્મી માતાનો વાર કહેવામાં આવે છે. જ્યોતિ શાસ્ત્ર અનુસાર શુક્રવારે કરવામાં આવેલાં મોટાભાગના કામોમાં શુભ સંકેત મળે છે. શુક્રવારે માતા લક્ષ્મીજીને રિઝવવા માટે તમારા બસ એમની ઉપાસના કરી એમના નામનો મંત્ર જાપ કરવાનો હોય છે. બસ આટલું કરવાથી તમારો બેડોપાર થઈ જાય છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારે તમારે કેટલી બાબતોનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. જેમાં તમારે શુક્રવારે કોઈપણ પ્રકારની ખરાબ વસ્તુઓથી દૂર રહેવાનું હોય છે. બને ત્યાં સુધી તામસી ખોરાક ન લેવો, માસાંહાર તો બિલકુલ ન લેવું, ભૂલથી પણ મદિરાપાન ન કરવું. વગેરે બાબતોની તમારે આ દિવસે ખાસ તકેદારી રાખવાની હોય છે. ઘરમાં સ્વચ્છતા રાખવાની હોય છે. કહેવાય છેકે, જો આટલું કરવામાં આવે તો લક્ષ્મીજી તમારા ઘરમાં જ વાસ કરી લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાંથી આર્થિક સંકટ દૂર કરવા હોય તો શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરી શકાય છે. આ સરળ કામ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. 


શુક્રવારના ઉપાય-
- પરિવારની આર્થિક તંગી દૂર કરવા માટે ૧૨ કોડીને સળગાવી તેની રાખ બનાવી લેવી. આ રાખને લીલા રંગના કપડામાં બાંધીને પાણીમાં પ્રવાહિત કરી દેવી. આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને પરિવારની સ્થિતિ સુધરવા લાગે છે.


- જો કરજ વધી ગયું હોય તો કરજને દૂર કરવા માટે દર શુક્રવારે કમલ ગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે કરજથી મુક્તિ મળે છે.


- ઘરમાં ધનની આવક વધે તે માટે શુક્રવારે માતા લક્ષ્મીની પ્રતિમા સામે અખંડ દીવો કરવો. આબુ 11 શુક્રવારે કરવું અને 11 માં શુક્રવારે 11 કન્યાઓને ભોજન કરાવો.


- ઘરમાં કંકાસ વધારે થતો હોય તો દર શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. સાથે જ ઘરમાં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરવી.


- પરિવારમાં જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ રહેતી હોય તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીમાનું ધ્યાન કરી અને શ્રી સૂક્તનો પાઠ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)