શિવજીને સૌથી વધુ પસંદ છે કયું પુષ્પ? જાણો શ્રાવણ માસમાં કયા પુષ્પોથી કરવી જોઈએ પુજા

ભગવાન શિવ આમ તો શ્રદ્ધાથી જળ અર્પણ કરવામાં આવે તેનાથી પણ પ્રસન્ન થઈ જતા હોય છે. શ્રાવણમાં ભગવાન શિવની ભક્તિનો મહિમા અપરંપાર છે. મનગમતું ફળ મેળવવા માટે શિવજીને જુદા જુદા પુષ્પ ચડાવવાનું કહેવાયું છે. જાણીએ તેના વિશે...
નવી દિલ્લીઃ શ્રાવણ માસ હવે શરૂ થવાને આરે છે. ત્યારે શિવભક્તિ વિશે કેટલી બાબતો ખાસ જાણવા જેવી છે. એમાંથી એક બાબત છે શિવજીને કયા પુષ્પો પસંદ છે. ચંદ્રમા અને ગંગાને પોતાના મસ્તિકમાં ધારણ કરનાર, ગળામાં સાપની માળા અને શરીર પર ભસ્મ લગાવનાર ભગવાન શિવની ભક્તિનો શ્રાવણ માસ થોડા દિવસોમાં શરૂ થશે. શ્રાવણમાં જે શ્રદ્ધા અને આસ્થાથી ભગવાન શિવની પૂજા કરે તેના પર શિવની કૃપા રહેતી હોય છે. વહેલી સવારથ શિવાલયોમાં ભકતો ઉમટી પડતા હોય છે, શિવલિંગ પર દૂધનો અભિષેક કરતા હોય છે. ભગવાન શિવને બિલીપત્ર સૌથી પસંદગીનું ફૂલ છે પરંતુ અહી એવા પુષ્પોની વાત જેને અર્પણ કરવાથી શિવજીની કૃપા રહે છે.
જાસ્મીન-
ભગવાન શિવને શ્રાવણ મહિનામાં જાસ્મીનનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે. આ પુષ્પ અર્પણ કરવાથી મનુષ્યને સુખ-સંપતિની પ્રાપ્તિની થાય છે. જીવનની મુશ્કેલીઓ અને યાતનાઓ દૂર થાય છે.
દૂર્વા-
દૂર્વા ભગવાન ગણેશનું પ્રિય છે, ગણપતિની પૂજામાં દૂર્વા ચડાવવામાં આવે છે પરંતુ શ્રાવણના મહિનામાં ભગવાન શંકરને દૂર્વા ચડાવવાથી વ્યક્તિ નિરોગી રહે છે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.
કમળ-
શ્રાવણ માસમાં ભગવાન શિવ પાસેથી ધન અને વૈભવ પ્રાપ્ત કરવા માટે કમળનું ફૂલ ચડાવવું જોઈએ. ભગવાન શિવના મહામાયાધર રૂપનું પૂજન કમળના પુષ્પથી કરવામાં આવે છે. આ રીતે પૂજા કરવાથી મા લક્ષ્મીની કૃપા રહે છે અને ધન સંપતિના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.
બેલા અને ચમેલી-
જે લોકોના લગ્નમાં વિધ્ન આવતા હોય અથવા લગ્નજીવનમાં કોઈ મુશ્કેલી પડતી હોય તેવા લોકોએ શ્રાવણ માસમાં ભગવાન શિવને બેલા અથવા ચમેલીના સુંગધિત પુષ્પ ચડાવવા જોઈએ. ચમેલી અને બેલાના ફૂલ ચડાવવાથી વાહન પ્રાપ્તિનો પણ યોગ બને છે.
આંકડો અને ધતૂરો-
આંકડો અને ધતૂરો આમ ફળ અને ફૂલમાં કોઈ ઉપયોગમાં આવતા નથી પરંતુ તે ભગવાન શિવના પ્રિય પુષ્પ છે. આંકડો અને ધતૂરાનું વર્ણન વિષ્ણુપુરાણમાં પણ જોવા મળે છે. ભગવાન શિવને આંકડો ચડાવવામાં આવે તો આંખો સંબધી સમસ્યાઓ દૂર થાય છે. ધતૂરો અર્પણ કરવાથી સાપ, વીંછી જેવા જીવલેણ સરિસૃપોનો ડર રહેતો નથી
બિલીપત્ર-
શિવપુરાણ અનુસાર બિલીપત્રના વૃક્ષોની ઉત્પતિ માતા પાર્વતીના પરસેવાથી થઈ હતી. બિલીપત્ર ભગવાન શિવને સૌથી પ્રિય હોય છે. શ્રાવણના માસમાં શિવજીને બિલીપત્ર અર્પણ કરવામાં આવે તો મનગમતું ફળ મળે છે.