Pooja Ghar: ઘરમાં પૂજાઘર બનાવવાનો વિચાર છે? તો ભૂલથી પણ ન કરતા આવી ભૂલ
દરેક ઘરમાં સુખાકારી માટે એક મંદિર એક પૂજાઘર જરૂર હોવું જોઈએ. જ્યાં તમે તમારા ઈષ્ઠ દેવનું સ્થાન રાખો, દેવી-દેવતા એટલેકે, તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પૂજા-અર્ચના કરવા માટે ઘરમાં એક અલાયદું સ્થાન બનાવો જેને પૂજાઘર કહે છે. જોકે, ઘરમાં પૂજા ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં સહેજ પણ ભૂલચૂક થાય તો તેની વિપરિત અસર થતી હોય છે.
નવી દિલ્લીઃ દરેક ઘરમાં સુખાકારી માટે એક મંદિર એક પૂજાઘર જરૂર હોવું જોઈએ. જ્યાં તમે તમારા ઈષ્ઠ દેવનું સ્થાન રાખો, દેવી-દેવતા એટલેકે, તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પૂજા-અર્ચના કરવા માટે ઘરમાં એક અલાયદું સ્થાન બનાવો જેને પૂજાઘર કહે છે. જોકે, ઘરમાં પૂજા ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં સહેજ પણ ભૂલચૂક થાય તો તેની વિપરિત અસર થતી હોય છે. ઘરના મંદિરમાં પૂજા કરવી તે એક સકારાત્મક બાબત કહેવાય છે.
વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!
ઘરના દરેક રૂમ અને વસ્તુ યોગ્ય સ્થાન પર હોવું તે ખુશાલી, સૌભાગ્યની નિશાની છે. અને જો તે અયોગ્ય સ્થાને હશે તો ઘરમાં તેની વિપરિત અસરો પડી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાઘર હંમેશા ઘરની જમણી દિશામાં યોગ્ય સ્થાને હોવું જોઈએ. પૂજાઘરનું નિર્માણ કરતા સમયે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. પૂજાઘર હંમેશા એ રીતે બનાવવું જોઈએ જેથી પૂજા કરતા સમયે આપણું મુખ પૂર્વ દિશામાં રહે. ઘરમાં ઈશાન દિશા પૂજા ઘર માટે ખુબ સારી કહેવાય છે. વાસ્તુના અનુસાર જો ઘર મોટું હોય છે તો ઘરમાં મંદિર કે પૂજાઘર માટે અલગથી રૂમ બનાવવો જોઈએ.
Bollywood ની આ Actresses લગ્ન બાદ થઈ ગઈ Screen પરથી ગાયબ! એક સમયે ચમકતો હતો સિતારો
ઘણાં ઘરોમાં પૂજાઘરને જમીન પર રાખવામાં આવે છે આવું ક્યારેય ન કરવું જોઈએ. ભગવાનનું સ્થાન હંમેશા ઉપર હોય છે. તેથી પૂજાઘર હંમેશા ઉંચાઈ પર હોવું જોઈએ. પૂજાઘરમાં મંદિરની ઉંચાઈ એ પ્રકારે હોવી જોઈએ કે આપણે ભગવાનના ચરણોના સારી રીતે દર્શન કરી શકીએ. એટલું જ નહીં પૂજાઘર કે મંદિરની દિવાલ પર વધારે પડતું રંગ-રોગાન ન કરવું જોઈએ. પૂજા ઘર માટે પીળો, ગુલાબી કે લીલો રંગ ક્યારેય પસંદ ન કરવો જોઈએ. મોટોભાગે પૂજાઘર માટે સફેદ રંગ જ સારો રહે છે. આ ઉપરાંત પૂજાઘરની દિવાલો પર એક કરતા વધારે રંગનો ઉપયોગ ન કરવો જોઈએ.
Kim Kardashian એ છૂટાછેડાના ન્યૂઝ વચ્ચે પડાવ્યા એવા ફોટા કે, તમે પણ જોઈને કહેશો અરે બાપ રે..!!
ખાસ વાત એ પણ છેકે, અમુક લોકોને પૂજાઘરમાં પૂર્વજો અથવા ઘરના કોઈ સ્વજનનું નિધન થઈ ગયું હોય તેમની તસવીરો રાખવાની ટેવ હોય છે. જો તમે પણ આવું કર્યું હોય તો તુરંત તે તસવીરો ત્યાંથી હટાવી લેજો. પૂજાઘરમાં ભગવાનની સાથે આવી કોઈ તસવીરો ન મુકવી જોઈએ. આવું કરવું ખુબ અશુભ માનવામાં આવે છે. ભગવાનના સ્થાન પર માત્ર ભગવાનની જ મૂર્તિ રાખવી જોઈએ. ફોટો મુકવા માટે અલગથી સ્ટેન્ડનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં ભગવાનના મંદિરમાં સંગેમરમરથી બનાવવામાં આવે તે શુભ ગણવામાં આવશે. અને આવું ના થાય તો લાકડાથી બનાવેલ મંદિર પણ પૂજાઘરમાં રાખી શકાય છે.
શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube