Mahashivratri 2023: દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશની તિથિ પર ભગવાન શંકર અને માતા પાર્વતીના વિવાહ ઉત્સવને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી મહાશિવરાત્રી તરીકે કરવામાં આવે છે એવી માન્યતા છે કે જે પણ ભક્ત આ દિવસે શ્રદ્ધા સાથે વ્રત કરે છે અને વિધિ વિધાન સાથે શિવજીની પૂજા કરે છે તેના ઉપર શિવજીની કૃપા વરસે છે અને તેની મનોકામના પણ પૂર્ણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ વર્ષે મહાશિવરાત્રી પર અત્યંત દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે તેવામાં આ દિવસથી કેટલીક રાશિના જાતકોના સારા દિવસોની શરૂઆત થઈ જશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાદ મહાશિવરાત્રી પર શનિ અને સૂર્ય બંને ગ્રહ કુંભ રાશિમાં બિરાજમાન હશે. આ યુતીની શુભ અસર કેટલીક રાશિના જાતકોના જીવન પર જોવા મળશે.


આ પણ વાંચો: 


 


 મનમાં હંમેશા રહેતો હોય ભય તો કરો કપૂરના આ ચાર અચૂક ઉપાય, ઘરમાં વધશે સુખ-શાંતિ


માઘ પૂર્ણિમાના દિવસે કરો ચંદ્રદેવની વિશેષ પૂજા, મળશે અપાર સુખ-શાંતિ


મેષ - શનિ અને સૂર્યની યુતી મેષ રાશિના લોકોને શુભ ફળ આપશે. આ દિવસે ભગવાન ભોળાનાથ ની કૃપાથી ધન લાભ થશે. નોકરી કરતા લોકોની આવકમાં પણ વધારો થશે અને દાંપત્ય જીવન સુખી રહેશે. પરિવારમાં બરકત અને સમૃદ્ધિ આવશે 


વૃષભ - મહાશિવરાત્રીના દિવસથી વૃષભ રાશિના લોકોના પણ સારા દિવસોની શરૂઆત થઈ જશે. આ દિવસથી તેમનું ભાગ્ય ચમકી જશે. તેમને ધન લાભ થશે અને પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ રાશિના જાતકોએ શિવલિંગ ઉપર પંચામૃતથી અભિષેક કરવો.


કુંભ - શનિ અને સૂર્યની જે યુતી સર્જાઈ છે તેના કારણે કુંભ રાશિ ના લોકોને પણ અપાર સફળતા પ્રાપ્ત થશે. મહાશિવરાત્રીના આ દિવસથી આ રાશિના લોકોને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવા લાગશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત મળશે. અવિવાહિત લોકો વિવાહના બંધનમાં બંધાઇ શકે છે.


આ પણ વાંચો :


ફાગણ મહિનાના પહેલા સોમવારે કરો આ ઉપાય, પૂરી થશે દરેક મનોકામના


મહાશિવરાત્રિ પર ભૂલથી પણ ના કરશો આ કામ, નારાજ થશે ભોલેનાથ, જાણો શુભ મુહર્ત


મહાશિવરાત્રીના ઉપાય


મહાશિવરાત્રી ઉપર શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. આ દિવસે વિશેષ લાભની પ્રાપ્તિ કરવી હોય તો એવા શિવલિંગની પૂજા કરવી જ્યાં ઘણા સમયથી કોઈએ પૂજા કરી ન હોય. આ રીતે પૂજા કરવાથી પિતૃદોષ, ગૃહદોષ સહિતના દોષથી મુક્તિ મળે છે.


આ ઉપરાંત મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કરતી વખતે શિવના પંચાક્ષરી મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ. નિશિતકાળમાં શિવજીની પૂજા કરવાથી શુભ પરિણામની પ્રાપ્તિ થાય છે.