નવી દિલ્હીઃ Venus And Sun Ki Yuti: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ એક ચોક્કસ સમય બાદ અન્ય  ગ્રહોની સાથે યુતિનું નિર્માણ કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીએ સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. તો 7 માર્ચે ધનના દાતા શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી કુંભ રાશિમાં શુક્ર અને સૂર્ય દેવની યુતિ બનવા જઈ રહી છે. તેવામાં આ યુતિનો પ્રભાવ ઘણા જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે સૂર્ય અને શુક્રની કૃપાથી દરેક કાર્યોમાં સફળતા મળી શકે છે. આવો જાણીએ આ રાશિ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. તેથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તો સૂર્ય દેવના પ્રભાવથી તમને માન-સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તમારી ધન પ્રાપ્તિની ઈચ્છાઓ પૂર્ણ થશે. આ સમય પરીણિત લોકો માટે સારો રહેશે. આ સમયે તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. તો તમને ભાગીદારીના કામમાં લાભ મળી શકે છે. 


મેષ રાશિ
સૂર્ય અને શુક્રની યુતિથી મેષ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિના આવક ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. તમારૂ બેન્ક બેલેન્સ વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. સાથે રોકાણ કરવાથી તમને લાભ મળશે. આ દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. જો તમે સ્ટોક માર્કેટ, સટ્ટા અને લોટરીમાં રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ છે. 


આ પણ વાંચોઃ કયા સંતોના નામની આગળ 1008 લાગે છે? 99 ટકા ભારતીયો આ નથી જાણતા


વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભદાયી રહેવાની છે. કારણ કે આ યુતિ તમારી રાશિના કર્મ ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયમાં તમને કામ-કારોબારમાં સારી સફળતા મળી શકે છે. તમને કરિયર અને કારોબારમાં સારા પરિણામ મળશે. નોકરીનાક્ષેત્રમાં શુભ પરિણામ મળશે અને કાર્યક્ષેત્રમાં તમારો દબદબો વધશે. તો નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તમારૂ પ્રમોશન થઈ શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થશે. જેને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. 


(ડિસ્ક્લેમરઃ સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube