સૂર્ય-મંગળ મળીને બનાવશે આદિત્ય મંગળ રાજયોગ, આ જાતકો માટે ધમાકેદાર થશે વર્ષ 2024ની શરૂઆત
Surya-Mangal Yuti 2023: જ્યારે એક રાશિમાં સૂર્ય તથા મંગળ બિરાજમાન હોય છે તો આદિત્ય મંગળ રાજયોગ બને છે. જાણો ડિસેમ્બરમાં બનનાર આદિત્ય મંગળ રાજયોગથી કયાં જાતકોને ફાયદો થશે.
Aditya Mangal Rajyog 2024: વર્ષ 2023ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં સૂર્ય અને મંગળ ધન રાશિમાં આવવાથી આદિત્ય મંગળ યોગ બનશે. આ યોગથી કેટલાક જાતકોને લાભ મળશે અને વર્ષ 2024ની શરૂઆતથી આદિત્ય મંગળ રાજયોગના પ્રભાવથી ઘણા જાતકોને લાભ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આદિત્ય પણ કહેવામાં આવે છે. મંગળ અને સૂર્ય એક સાથે આવવાથી આદિત્ય મંગળ રાજયોગ બને છે. વર્ષ 2024ની શરૂઆત આદિત્ય મંગળ રાજયોગના પ્રભાવથી અત્યંત શુભ રહેવાની છે.
મેષ રાશિ
મેષ રાશિના નવમ ભાગમાં આદિત્ય મંગળ રાજયોગ બની રહ્યો છે અને આ વિશેષ યોગ જાતકો માટે શુભ રહેશે. જે જાતક નોકરીની શોધમાં છે તેને સફળતા મળી શકે છે. આ રાશિના જાતકોને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવા કે શુભ કાર્યોનું નિમંત્રણ મળવાની સંભાવના છે. આ દરમિયાન જાતકોને ભાગ્યનો સાથ મળશે અને તેના પ્લાન સફળ થશે. વિદેશ યાત્રાનો પ્રબળ યોગ બની રહ્યો છે. મેષ રાશિના જાતકોને કોઈ શુભ સમાચાર મળી શકે છે.
આ પણ વાંચોઃ 100 વર્ષ પછી બનશે નીચભંગ અને મહાધન રાજયોગ : 2024માં આ રાશિના જાતકોને જલસા જ જલસા
સિંહ રાશિ
આ રાજયોગ સિંહ રાશિના પંચમ ભાવમાં બની રહ્યો છે. તેનાથી જાતકોના અચ્છે દિન શરૂ થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળવાની સંભાવના છે. લવ લાઇફ સફળ રહેશે. કોઈ જમીન કે સંપત્તિ ખરીદવા કે વેચવા માટે પણ સમય અનુકૂળ છે. અચાનક ધન લાભ થવાની સંભાવના છે. જેનાથી જાતકોના જીવનમાં ખુશી આવશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આદિત્ય મંગળ રાજયોગ અત્યંત લાભકારી કે શુભ સાબિત થશે. આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનશે. તેનાથી લોકોનું સાહસ વધશે અને પરાક્રમ પણ વધશે. આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવવાની સંભાવના છે. કરિયરમાં પ્રગતિનો પણ યોગ છે. તમે અન્ય સ્ત્રોતથી આવક વૃદ્ધિનો અનુભવ કરી શકો છો. સમાજમાં માન-સન્માન વધશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube