Surya Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે તો તેની અસર 12 રાશિઓ પર અલગ અલગ રીતે જોવા મળે છે. ગ્રહોના ગોચર થી કેટલીક રાશિને લાભ થાય છે તો કેટલીક રાશિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરેક રાશિને અસર કરે તેવું નક્ષત્ર પરિવર્તન 6 નવેમ્બરે થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 નવેમ્બરે સવારે ગ્રહોના રાજા સૂર્યએ નક્ષત્ર બદલ્યું છે. સૂર્ય એ વિશાખા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં સૂર્ય 19 નવેમ્બર સુધી બિરાજમાન રહેશે. ત્યાર પછી 19 નવેમ્બર અને મંગળવારે સૂર્ય બીજા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 


આ પણ વાંચો: 10 નવેમ્બરે કેતુ બદલશે ચાલ, 3 રાશિઓ પર મહાસંકટ, આર્થિક તંગીથી થઈ જશે પરેશાન


19 તારીખે બપોરે ત્રણ કલાક અને ત્રણ મિનિટે સૂર્ય વિશાખા નક્ષત્રમાંથી નીકળી અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. હાલ વાત કરીએ વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશની તો 12 માંથી ત્રણ રાશિઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. વિશાખા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી આ ત્રણ રાશિને ફાયદો થશે.


મેષ રાશિ 


મેષ રાશિ માટે સૂર્યનો વિશાખા નક્ષત્રમાં પ્રવેશ ઉત્તમ સાબિત થશે. સંતાન તરફથી સુખ મળશે. પતિ પત્નીના સંબંધ સુધરશે. સમાજમાં નવી ઓળખ બનશે. ધન સંબંધિત લાભ થવાના પણ યોગ સર્જાયા છે. 


આ પણ વાંચો:Shani Gochar: મીન રાશિમાં ગોચર કરશે શનિ, શનિદેવના ક્રોધથી બચવું હોય તો ન કરતા આ ભૂલ


સિંહ રાશિ 


સિંહ રાશિ માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન સારું રહેશે. સમાજમાં માન સન્માન વધશે. કાર્ય સ્થળ પર પ્રગતિ થશે. પ્રમોશનના પણ યોગ છે. વેપારીઓની આવક વધશે. 19 નવેમ્બર સુધી ચારે તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. 


આ પણ વાંચો:આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળ


વૃશ્ચિક રાશિ 


વૃશ્ચિક રાશિના લોકો માટે પણ સૂર્યનું વિશાખા નક્ષત્રમાં ગોચર લાભકારી રહેવાનું છે. આવક વધશે. કાર્યમાં સફળતા મળશે. જે કામ અટકી રહ્યા હતા તે પૂરા થશે. આગામી દિવસો આ રાશિના લોકો માટે સારા રહેવાના છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)