કુંભ રાશિમાં સૂર્યનું ગોચર, 30 દિવસ સુધી આ જાતકો થશે માલામાલ, 2 રાશિ માટે મુશ્કેલ સમય
Surya Gochar: સૂર્ય દેવ 30 દિવસ સુધી કુંભ રાશિમાં બિરાજમાન રહેવાના છે. સૂર્યના ગોચરથી દરેક 12 રાશિના જાતકો પ્રભાવિત થશે.
નવી દિલ્હીઃ ગ્રહોના રાજા સૂર્યએ રાશિ પરિવર્તન કરી લીધુ છે. શનિની રાશિમાં સૂર્યનું ગોચર થયું છે. સૂર્ય દેવ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. આજે સૂર્યએ 3.54 કલાક પર રાશિ પરિવર્તન કર્યું છે. સૂર્ય દેવ આવનારા 30 દિવસ સુધી કુંભ રાશિમાં બિરાજમાન રહેવાના છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તનથી દરેક જાતકો પ્રભાવિત થશે. કેટલાક જાતકોને શુભ ફળ મળશે તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ સૂર્ય ગોચરથી કયાં જાતકોને ફાયદો થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો પર સૂર્યનું ગોચર પોઝિટિવ પરિણામ લાવ્યું છે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. કામમાં આવી રહેલા વિઘ્નો દૂર થશે. ધનનું આગમન થશે. પરિવારની સાથે સમય પસાર કરશો.
મેષ રાશિ
સૂર્યનું કુંભ રાશિમાં પરિવર્તન મેષ રાશિના જાતકો માટે લાભદાયક રહેશે. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા સીનિયર્સ કરશે. આ દરમિયાન તમને નવી જવાબદારી મળી શકે છે. તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. વેપારીઓ માટે આ સમય ખાસ રહેશે.
આ પણ વાંચોઃ 15 વર્ષ બાદ બનશે રાહુ અને બુધ દેવનો સંયોગ, આ જાતકોને થશે ધનલાભ, નોકરીમાં પ્રમોશન
વૃષભ રાશિ
શનિની રાશિ કુંભમાં સૂર્યનું ગોચર વૃષભ રાશિના જાતકોને ફાયદો કરાવશે. તમારા પર સૂર્ય દેવની કૃપા રહેશે. ધર્મ-કર્મમાં મન લાગશે. તમે પોઝિટિવ ફિલ કરશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને બાળકો સાથે વધુ સમય પસાર કરો.
આ જાતકો પર થશે નેગેટિવ અસર
વૃશ્ચિક રાશિ
સૂર્યનું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે લાભદાયક માનવામાં આવી રહ્યું નથી. આર્થિક સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. નાણાકીય નુકસાન થવાની સંભાવના છે. નેગેટિવ ફીલ કરી શકો છો. પાર્ટનર સાથે અણબનાવ બની શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.
આ પણ વાંચોઃ ઘનશ્યામ પાંડેમાંથી કેવી રીતે બન્યા ભગવાન સ્વામીનારાયણ,અબૂધાબીમાં બની રહ્યું છે મંદિર
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર શુભ માનવામાં આવી રહ્યું નથી. આર્થિક જીવનમાં ઉતાર-ચઢાવ રહેશે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. કામ પૂરા કરવામાં મુશ્કેલી આવી શકે છે. તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.