Sun Transit in mesh: વૈદિક પંચાગ અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાની ઉચ્ચ અને સ્વરાશિમાં ગોચર કરે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એપ્રિલની શરૂઆતમાં સૂર્ય પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે તેના પર સૂર્ય દેવની વિશેષ કૃપા રહેવાની છે. આવો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
તમને સૂર્ય દેવના ગોચરનો વિશેષ લાભ થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી લગ્ન ભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સાથે સૂર્ય દેવનું ગોચર તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. આ સમયમાં તમે દરેક કાર્ય માટે યોજના બનાવશો અને તેને અમલમાં લાવવા માટે મહેતન પણ કરશો. પરીણિત લોકો માટે લગ્ન જીવન શાનદાર રહેશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 


આ પણ વાંચોઃ સૌથી અમીર મુસ્લિમ દેશમાં બન્યું ભવ્ય BAPS હિન્દુ મંદિર, પીએમ 14મીએ કરશે ઉદઘાટન


સિંહ રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યાં છે. આ સમયે તમારૂ ભાગ્ય ચમકી શકે છે. સાથે તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે અને ઘણી તકો તમને મળશે. આ ગોચર કાળમાં તમારા સાહસમાં વધારો થશે. આ દરમિયાન તમે કામ-કારોબારના સંબંધમાં દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. આ સમય વિદ્યાર્થીઓ માટે શુભ સાબિત થઈ શકે છે. 


ધન રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી પંચમ ભાવ પર ભ્રમણ કરવાના છે. તેથી તમને સંતાન તરફતી સારા સમાચાર મળી શકે છે.  લવ લાઇફની વાત કરીએ તો તમારો સંબંધ પ્રેમ પૂર્ણ રહેશે અને લવ પાર્ટનરની સાથે યાગદાર સમય પસાર કરશો. આ દરમિયાન તમને અચાનક ધનલાભ થઈ શકે છે. તો સૂર્ય દેવ તમારી રાશિના નવમ ભાવના સ્વામી છે. તેથી તમને ભાગ્યનો સાથ મળી શકે છે. આ દરમિયાન તમારી યાત્રાઓ શુભ રહેશે.