નવી દિલ્હીઃ સૂર્ય દેવનું રાશિ પરિવર્તન 17 સપ્ટેમ્બરે થવાનું છે. સૂર્ય દેવ 17 સપ્ટેમ્બરે બપોરે 1 કલાક 42 મિનિટ પર કન્યા રાશિમાં ગોચર કરશે. સૂર્ય દેવ 18 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે, પછી તે તુલા રાશિમાં ગોચર કરશે. બુધની રાશિ કન્યામાં સૂર્યના આવવાથી ત્રણ જાતકો પર શુભ પ્રભાવ પડી શકે છે. સૂર્ય દેવની કૃપાથી આ જાતકોનું ભાગ્ય પ્રબળ થઈ શકે છે, તમે સત્રુઓ પર હાવી થઈ શકો છો, શિક્ષણમાં સફળતા મળી શકે છે. અચાનક ધનલાભ અને આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિમાં સૂર્ય ગોચર- 3 લકી રાશિઓ
મેષઃ
જ્યોતિષ અનુસાર કન્યા રાશિમાં સૂર્ય ગોચર કરવાથી મેષ રાશિના જાતકોને લાભ થશે. આ લોકો પોતાના શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે અને કોર્ટ કેસમાં ચુકાદો તેના પક્ષમાં આવી શકે છે. સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


જે લોકો શિક્ષણ સ્પર્ધામાં લાગેલા છે, તે લોકોને મહેનતની મદદથી સફળતા મળશે. સમય તમારે અનુકૂળ રહેશે. નોકરી કરનાર જાતકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. તમારા કામથી તમારા બોસ ખુશ થશે. તમારી જવાબદારી વધી શકે છે. તમને પગારમાં વધારાનો લાભ મળી શકે છે. 


આ પણ વાંચોઃ સપનામાં મૃત વ્યક્તિનું દેખાવું આ દોષનો હોય છે સંકેત, જાણો દોષ મુક્તિ માટે શું કરવું


સિંહઃ તમારી રાશિના લોકો પર સૂર્યના રાશિ પરિવર્તનનો શુભ પ્રભાવ હોઈ શકે છે. એક મહિનામાં તમારા પૈસા વધશે, અટવાયેલા પૈસા પરત મળશે. 17 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર સુધીનો સમય આર્થિક મજબુતી આપશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ખુલશે. 


તમને તમારી પૈતૃક સંપત્તિથી લાભ થવાની સંભાવના રહેશે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આ દિવસોમાં તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


ધનઃ સૂર્ય દેવની કૃપા તમારા પર થશે. તમને ઘણી એવી સફળતા મળી શકે છે, જેના પર તમને આશ્ચર્ય થઈ શકે છે. બિઝનેસ કરતા લોકો માટે સારો સમય છે. નફો કમાવાની તક મળશે. કામને વિસ્તાર આપવાની યોજના પણ સફળ થઈ શકે છે. 


નોકરી કરનાર જાતકોને વધુ ફાયદો થશે, પરંતુ સરકારી નોકરી કરનાર જાતકને ઘણા પ્રકારના લાભની સાથે પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન તમારૂ મનોબળ મજબૂત રહેશે. બસ તે વાતનું ધ્યાન રાખો કે તમારા પર અહંકાર હાવી ન થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube