Jupiter And sun Ki Yuti: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોમાંથી ગુરૂ બૃહસ્પતિ ખુબ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. તેના રાશિ પરિવર્તન કરવાની અસર દેશ-દુનિયામાં જોવા મળે છે. નોંધનીય છે કે ગુરૂ આશરે એક વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે, જેનાથી તેને બીજીવાર એક રાશિમાં જવામાં આશરે 12 વર્ષનો સમય લાગી જાય છે. આ સમયે ગુરૂ વૃષભ રાશિમાં બિરાજમાન છે. સાથે આ રાશિમાં કોઈને કોઈ ગ્રહની યુતિ થશે, જેનાથી ઘણા પ્રકારના રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં ગ્રહોના રાજા સૂર્ય 14 મેએ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં ગુરૂ અને સૂર્યની યુતિથી ગુરૂ આદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. આવો જાણીએ ગુરૂ આદિત્ય રાજયોગ બનવાથી કયાં જાતકોને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક જ્યોતિષ અનુસાર દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં બિરાજમાન છે. તો 14 મેએ સાંજે 6 કલાક 4 મિનિટ પર વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે અને ગુરૂ આદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ યોગ 15 જૂને સૂર્યના રાશિ પરિવર્તન કરવાની સાથે સમાપ્ત થઈ જશે. જ્યોતિષમાં સૂર્યને આત્મા, પિતા, અહંકરા અને આત્મવિશ્વાસનો પ્રતિનિધિ માનવામાં આવે છે. સાથે ગુરૂ બૃહસ્પતિ ધન, જ્ઞાન અને ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે. 


મેષ રાશિ
આ રાશિના બીજા ભાવમાં ગુરૂ આદિત્ય યોગ બની રહ્યો છે. આ ભાવને વાણી, સંપત્તિ અને પરિવારનો ભાવ માનવામાં આવે છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. આ રાશિના જાતકો પોતાની વાત સ્પષ્ટ રીતે કરશે. તેનાથી તેને લાભ મળી શકે છે. પરિવારના સભ્યોની સાથે સારો સમય પસાર થશે. મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે. એકાગ્રતામાં વધારો થશે. આ સાથે સંતાન તરફથી ખુશીઓ મળશે. નોકરી કરનાર જાતકોને લાભ મળી શકે છે. તે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવાના પ્રયાસ કરશે. તેવામાં તમને લાભ મળી શકે છે. સમાજમાં માન-સન્માન મળશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. 


આ પણ વાંચોઃ 30 વર્ષ બાદ આ રાશિમાં ગોચર કરી તાંડવ કરશે શનિદેવ, તહેસ-નહેસની તૈયારી રાખે 5 રાશિવાળા


સિંહ રાશિ
આ રાશિના દસમાં ભાવમાં ગુરૂ આદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ રાશિના જાતકો માટે આ રાજયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને સમાજમાં વધુ માન-સન્માન મળશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે ધન-સંપત્તિ વધશે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. લગ્ન ભાવનો સ્વામી હોવાને કારણે કરિયરના ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે પ્રગતિનો પ્રબળ યોગ છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે નવા કરિયરની શરૂઆત કરી શકો છો. તો વાહન કે સંપત્તિ ખરીદવાનું સપનું પૂરુ થઈ શકે છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. વેપારમાં પણ વિસ્તારનો યોગ બની રહ્યો છે. તમે તમારૂ સારૂ નામ અને ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો. 


મીન રાશિ
આ રાશિમાં ગુરૂ આદિત્ય યોગ ત્રીજા ભાવમાં બની રહ્યો છે. તેવામાં આ રાશિના જાતકોની રૂચિ કોઈ  અન્ય કામમાં લાગશે. તમે કંઈ નવુ શીખવા માટે કોઈ યાત્રામાં જવાની યોજના બનાવી શકો છો. ગુરૂ અને સૂર્યની કૃપાથી જીવનમાં ખુશીઓ આવશે. આ રાશિના જાતક પોતાની પ્રતિભાથી એક અલગ ઓળખ બનાવશે. સમાજમાં માન-સન્માન વધશે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. તમારૂ મહેનતનું ફળ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને સફળતા મળી શકે છે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.