નવી દિલ્હીઃ Shani And Sun Conjunction 2024: વૈદિક જ્યોતિષ પ્રમાણે આમ તો શનિ ગ્રહના સૂર્ય દેવ પિતા છે. પરંતુ જ્યોતિષ અનુસાર બંને એકબીજાના શત્રુ છે. એટલે કે જ્યારે આ બંને ગ્રહોની યુતિ કોઈ રાશિમાં બને છે, તો તે પોતાનો અશુભ પ્રભાવ પ્રદાન કરે છે. સાથે તેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પરપડે છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ કુંભ રાશિમાં ગોચર (Shani Gochar In Kumbh)કરી રહ્યાં છે. તો સૂર્ય દેવ પણ ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી બંને ગ્રહોની યુતિ કુંભ રાશિમાં બનશે. જેનાથી ત્રણ જાતકો માટે શુભ યોગ બની રહ્યો છે. આ રાશિઓને કરિયર અને કારોબારમાં શાનદાર સફળતા મળે છે. આવો જાણીએ કયાં જાતકોને લાભ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા રાશિ (Tula Zodiac)
તુલા રાશિના જાતકો માટે સૂર્ય અને શનિની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી પંચમ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. આ સાથે તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. આ સમયમાં તમે વિચાયેલી યોજનાઓ સફળ થશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં બધાની સાથે સંબંધ સારા થશે અને સુખ શાંતિ બનેલી રહેશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો તેમાં તમને સફળતા મળી શકે છે.


આ પણ વાંચોઃ 5 વર્ષ બાદ નજીક આવશે સૂર્ય અને શુક્ર, આ જાતકોના શરૂ થશે સારા દિવસો


મિથુન રાશિ (Mithun Zodiac)
સૂર્ય અને શનિનો સંયોગ મિથુન રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમ ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળશે. આ સાથે તમારા જે જરૂરી કામ અટવાયા છે તે પણ થશે. તમે આ સમયમાં કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તમારી બેન્ક બેલેન્સ વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમય વિદ્યાર્થીઓ માટે શાનદાર રહેશે. બસ તમારે મહેનત કરવી પડશે. 


કુંભ રાશિ (Kumbh Zodiac)
તમારા માટે સૂર્ય અને શનિની યુતિ ફળયાદી રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. તેથી આ સમયમાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. સાથે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે. આ સમયે તમને કરિયર અને કારોબારમાં સફળતા મળશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આ સમયે તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube