નવી દિલ્હીઃ Venus And sun Ki Yuti: વૈદિક જ્યોતિષ અનુસાર 31 માર્ચે ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યાં પહેલાથી ગ્રહોના રાજા સૂર્ય દેવ બિરાજમાન છે. તેવામાં મીન રાશિમાં શુક્ર અને સૂર્યનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જેની અસર દરેક રાશિઓ પર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેને આ સમયે લાભ થઈ શકે છે. સાથે સૂર્ય અને શુક્ર ગ્રહની કૃપાથી દરેક કાર્યમાં સફળતા મળી શકે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે આ દરમિયાન તમને ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. જો તમારા લગ્ન જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે ખતમ થશે અને જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. આ સમયે તમારી વાણીમાં પ્રભાવ આવશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. 


આ પણ વાંચોઃ હોળી બાદ બુધની ઊલટી ચાલ, આ જાતકોના સિતારા ચમકશે, નોકરીમાં પ્રમોશન-ધનલાભનો યોગ


કર્ક રાશિ
તમારા માટે સૂર્ય અને શુક્રની યુતિ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવન ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. જો તમે શેર બજારમાં રોકાણ કરો છો તો તમને સારો લાભ થશે. તમારી આવક વધવાના નવા માર્ગ ખુલશે. આ સમયમાં તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો, જે લાભદાયક રહેશે. આ દરમિયાન તમે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. તો વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ સાબિત થઈ શકે છે. 


મિથુન રાશિ
સૂર્ય અને શુક્રની યુતિ મિથુન રાશિના જાતકો માટે ફળયાદી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી કામ-ધંધામાં પ્રગતિ થઈ શકે છે. સાથે નોકરી કરનાર જાતકોને આ સમયમાં અન્ય તકો મળશે અને પ્રભાવશાળી લોકોની સાથે તમારી ઓળખ વધશે. જેનાથી ભવિષ્યમાં લાભ મળી શકે છે. આ સમયે તમારૂ પ્રમોશન અને પગાર વધારો થઈ શકે છે. સાથે જે વેપારી વર્ગ છે, તેને સારો ધનલાભ થઈ શકે છે.