નવી દિલ્હીઃ Surya Gochar, Budh Gochar, Budhaditya Yoga: પંચાગ પ્રમાણે 3 ડિસેમ્બર 2022ના બુધે ગોચર કરી ધન રાશિમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સૂર્ય 16 ડિસેમ્બર 2022ના ધન રાશિમાં પ્રવેશ કરશે. તેનાથી ધન રાશિમાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ અનુસાર બુધાદિત્ય યોગ કંપળીના જે ભાવમાં બને છે તે ભાવને પ્રબળતા પ્રદાન કરે છે. બુધ અને સૂર્ય ગ્રહના એક સાથે એક ઘર એટલે કે રાશિમાં હોવા કે સંચરણ કરવાથી આ વિશેષ ફળ પ્રદાન કરનાર યોગ નિર્મિત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધાદિત્ય યોગથી ધન-વૈભવ, માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. 


બુધાદિત્ય રાજયોગથી બદલશે આ રાશિના જાતકોની કિસ્મત
મેષ રાશિઃ
બુધાદિત્ય યોગ આ રાશિના લોકો માટે ખુબ શુભ સાબિત થશે. તેમને ભાગ્યનો સાથ મળશે. તેને સારા કામમાં સફળતા મળશે. નોકરીમાં પ્રગતિ થશે. માન-સન્માનમાં વધારો થશે. બિઝનેસમાં નફો થશે. અટવાયેલા કામ પૂરા થશે. 


કુંભ રાશિઃ બુધાદિત્ય યોગ કુંભ રાશિના જાતકોને ખુબ લાભકારી સાબિત થશે. તેમને આર્થિક મામલામાં વધુ લાભ થશે. આવકમાં વધારાના પ્રબળ યોગ બન્યા છે. આ સમયે તેની આર્થિક પ્રગતિ માટે ખુબ શુભ સમય રહેશે. રોકાણમાં લાભ થવાનો યોગ છે. કરિયર સાથે જોડાયેલ કોઈ શુભ સમાચાર મળી શકે છે. 


આ પણ વાંચોઃ નવા વર્ષમાં રાહુ ગોચરથી આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, જુઓ શું તમારો પણ થશે ભાગ્યોદય


મીન રાશિઃ 16 ડિસેમ્બરથી બની રહેલ બુધાદિત્ય રાજયોગ મીન રાશિ માટે કોઈ વરદાનથી ઓછો નથી. તેમના માટે આ યોગ ઘણી ભેટ લઈને આવી રહ્યો છે. નોકરી તથા વેપારમાં ખુબ પ્રગતિનો યોગ છે. નોકરીમાં પ્રમોશન-ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધશે. તેને ખુશી-ખુશી નિભાવજો. આ દરમિયાન વેપારીઓની કોઈ મોટી ડીલ પાક્કી થઈ શકે છે. તેનાથી વધુ લાભ થઈ શકે છે. કુલ મળીને ધન અને કરિયરના મામલામાં આ સમય ખુબ લાભ આપશે. 


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube