Surya Gochar Rashifal: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે.  17 નવેમ્બર 2023 ના રોજ સૂર્યનું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. આજથી જ ભારતના કેટલાક રાજ્યોમાં છઠ પર્વનો પ્રારંભ પણ થયો છે. છઠ પૂજા 17 નવેમ્બરથી શરૂ થશે અને 20 નવેમ્બર 2023 સુધી ચાલશે. છઠ પૂજાના પહેલા દિવસે સૂર્યના રાશિ પરિવર્તનથી ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. ખાસ કરીને 4 રાશિના લોકો આ સમય દરમિયાન ભાગ્યશાળી બની શકે છે.  સૂર્ય 20 નવેમ્બરે અનુરાધા નક્ષત્ર અને 3 ડિસેમ્બરે જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 16 ડિસેમ્બર 2023ના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. તો ચાલો તમને જણાવીએ 16 ડિસેમ્બર સુધીનો સમય કઈ 4 રાશિઓ માટે લાભકારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાશિફળ 17 નવેમ્બર: આજે આવક કરતા ખર્ચ વધુ થશે, માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે


સિંહ રાશિ 


સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. સૂર્યના આ રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. વેપાર કરનારાઓને વિશેષ લાભ મળશે. કરિયરમાં પ્રગતિ થશે. અટવાયેલા પૈસા પરત મળવાથી બેંક બેલેન્સ વધશે. નાણાકીય સમસ્યાઓ દૂર થશે. ધનના પ્રવાહ માટે માર્ગો ખુલશે.


કન્યા રાશિ 


સૂર્યનું ગોચર કન્યા રાશિના જાતકોને ઘણો લાભ આપશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. જીવનસાથીનો પ્રેમ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન દરેક કામમાં તમને સફળતા મળશે. તમારા જીવનમાં નાણાકીય સ્થિરતા આવશે. આર્થિક લાભ થશે. તમારા કરિયરમાં પ્રગતિ થશે.


આ પણ વાંચો: Ajwain Ke Totke: જીવનની 4 મોટી સમસ્યાઓથી તુરંત મુક્તિ અપાવશે અજમાના આ ટોટકા


તુલા રાશિ


સૂર્યના રાશિ પરિવર્તનથી તુલા રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમે યાદગાર સમય પસાર કરશો. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. તમારા નિર્ણયો સાચા સાબિત થશે. તમને એક પછી એક આર્થિક લાભની તકો મળશે.


વૃશ્ચિક રાશિ


સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ આપશે. ભાગ્યના સહયોગથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. નવી નોકરી મળી શકે છે. તમે નવી કાર કે ઘર ખરીદી શકો છો.


આ પણ વાંચો: Budhaditya Rajyoga: આવતીકાલથી આ રાશિના જાતકો 10 દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)