COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Gochar: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાસિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને એક રાશિ ચક્ર પૂરું કરવામાં લગભગ એક મહિનો લાગે છે. સૂર્યના રાશિ પરિવર્તનનો તમામ 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. સૂર્ય હાલ વૃષભ રાશિમાં છે. 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં સૂર્ય 32 દિવસ સુધી રહેશે. 17 જુલાઈના રોજ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ કઈ રાશિવાળાઓને ફાયદો કરાવશે તે ખાસ જાણો. 


મેષ રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મેષ રાશિવાળા માટે લકી સાબિત થશે.  આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા ઘરમાં શુભ અને માંગલિક કાર્યો થઈ શકે છે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે. વેપારીઓને લાભ થશે. 


કન્યા રાશિ
ગ્રહોના રાજા સૂર્યનું ગોચર કન્યા રાશિવાળા માટે લાભકારી સાબિત થશે. આ સમયગાળામાં તમારે નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વેપાર કરનારા જાતકોને મુનાફો થશે. બિઝનેસમાં વિસ્તારની તક મળશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. ઓફિસમાં તમારી પ્રશંસા થઈ શકે છે. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે સૂર્યનું ગોચર ઉન્નતિ લઈને આવશે. આ દરમિયાન તમને ઓફિસમાં પ્રમોશનની સાથે સાથે આવકમાં વધારો પણ મળી શકે છે. વેપારીઓ માટે સારો સમય રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા  જાતકોને શુભ સમાચાર મળશે. 


Budh Dosh: બુધ દોષના કારણે કરજમાં થાય છે વધારો, આ શાસ્ત્રોક્ત ઉપાય કરવાથી મળશે રાહત


પૈસા ગણતી વખતે કરેલી આ ભુલ વ્યક્તિને કરે છે કંગાળ, જીવનભર ખિસ્સા રહે છે ખાલી


વો તેરા ચાંદી કા છલ્લા! ચાંદીની વીંટીથી ચમકી જશે તમારું કિસ્મત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube