Surya Gochar 2023: 13 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્યનું મહાગોચર, આ 3 રાશિઓને થશે મોટો લાભ
Surya Rashi Parivartan 2023 February: જ્યોતિષશાસ્ત્રમાં ફેબ્રુઆરી 2023નો મહિનો ગ્રહોની સ્થિતિ પ્રમાણે ખુબ મહત્વપૂર્ણ છે. ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીએ રાશિ પરિવર્તન કરશે.
નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2023 February: વૈદિક જ્યોતિષમાં સૂર્યને પિતા, આત્મા તથા સાહસ વગેરેના કારક માનવામાં આવ્યા છે. સૂર્ય દર મહિને એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી નિકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિની મૂળ ત્રિકોણ રાશિમાં સૂર્યનું ગોચર 3 રાશિઓને જબરદસ્ત લાભ થશે. શનિ તથા સૂર્ય વચ્ચે શત્રુતાનો ભાવ છે. શનિદેવ ભગવાનસૂર્ય અને માતા સંવર્ણાના પુત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અને સૂર્યદેવ વચ્ચે આપસી સંબંધ મધુર નથી. જાણો સૂર્ય ગોચરથી કઈ રાશિને થશે લાભ.
1. વૃષભ રાશિઃ આ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ભાવનો સ્વામી છે. સૂર્ય રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે દશમ ભાવમાં થશે. સૂર્યની સપ્તમ દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર રહેશે. સૂર્ય ગોચરથી તમને ઓફિસમાં માન-સન્માન મળશે. વેપારીઓને લાભ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને ખુશખબર મળી શકે છે. ભૂમિ, ભવન કે વાહનની ખરીદી કરી શકો છો.
આ પણ વાંચોઃ આ શિવલિંગ પર દૂધ ચઢાવવાથી બદલાઈ જાય છે રંગ, લોકો કહે છે આ તો ચમત્કાર!
2. કન્યા રાશિઃ આ રાશિના જાતકો માટે સૂર્ય 12માં ભાવનો સ્વામી છે. સૂર્યનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે. જ્યારે સૂર્યદેવની દ્રષ્ટિ તમારા 12માં ભાવમાં રહેશે. સૂર્ય રાશિ પરિવર્તનથી નોકરી કરનાર જાતકોને પ્રમોશન થશે. ઉચ્ચાધિકારી તમારી કાર્યશૈલીની પ્રશંસા કરશે. શત્રુ તમને પરાસ્ત કરવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહીં.
3. ધન રાશિઃ આ રાશિના જાતકો માટે સૂર્યદેવ ભાગ્ય ભાવનો સ્વામી છે. આ રાશિમાં સૂર્યનો ગોચર ત્રીજા ભાવમાં થઈ રહ્યો છે. સૂર્ય ગોચરથી તમને ભાગ્યનો સાથ મળશે. ભાગ્યવશ કેટલાક કામ થશે. નવા વેપારની શરૂઆતની સંભાવના છે. સરકારી નોકરી કરનાર જાતકો માટે સારા સમાચાર છે. પરંતુ આ સમયમાં પૈસાના મામલામાં સાવધાની રાખવી પડશે.
આ પણ વાંચોઃ કુંભમાં શનિ આ વર્ષે મચાવશે ખલબલી, ભારતને ફાયદો તો આની વધશે મુશ્કેલી
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube