ગ્રહોના રાજા સૂર્ય આવતી કાલ એટલે કે 17 ઓગસ્ટ 2023ના રોજ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. સૂર્યના સિંહ રાશિમાં પ્રવેશથી અનેક રાશિવાળાના જીવનમાં ફેરફાર આવશે. કેટલાક રાશિવાળાને નકારાત્મક પરિણામ મળશે. સૂર્ય ગોચરની સાથે જ સિંહ રાશિમાં બુધ, મંગળ અને સૂર્યની યુતિ બનશે. આ યુતિના કારણે એક મહિનો કેટલીક રાશિવાળાને ખુબ પરેશાનીનો સામનો કરવો પડશે. જાણો કોની વધશે મુશ્કેલીઓ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનના સમયગાળામાં તમે તમારા ગુસ્સા પર કાબૂ રાખો. કૌટુંબિક સમસ્યાઓ વધી શકે છે. માનસિક દબાણ વધી શકે છે. આ સમયગાળામાં વાદ વિવાદથી દૂર રહેવું. આર્થિક બજેટ બનાવીને જ ચાલવું, જેથી કરીને તંગીથી બચી શકો. 


કન્યા રાશિ
સૂર્ય ગોચરનો કન્યા રાશિવાળા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. આ દરમિાયન તમારે સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવાની જરૂર છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. આ સમયગાળામાં કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ધનહાનિ થઈ શકે છે. 


કુંભ રાશિ
કુંભ રાશિવાળાને સૂર્ય ગોચરના સમયગાળામાં સતર્કતા વર્તવાની સલાહ આપવામાં આવે છે. જો તમારો ધંધો પાર્ટનરશીપમાં હોય તો વિવાદની આશંકા છે. જીવનસાથીની ભાવનાઓને નજરઅંદાજ ન કરો. વૈવાહિક જીવનમાં ઉતાર ચડાવ આવી શકે છે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. 


મીન રાશિ
મીન રાશિવાળા માટે સૂર્ય ગોચર કષ્ટકારી સાબિત થશે. આ સમયગાળામાં કોઈ પણ નિર્ણય ખુબ સમજી વિચારીને લો. ધનહાનિ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકોએ વધુ મહેનત કરવાની જરૂર પડશે. કોઈ પણ કામ ધૈર્ય અને શાંત થઈને પતાવજો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)