નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2023: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેવામાં સૂર્યને એક રાશિ ચક્ર પૂરુ કરવામાં આશરે એક વર્ષનો સમય લાગે છે. આ વખતે 15 મે 2023ના સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ છોડીને સવારે 11.32 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો સૂર્ય ગોચરથી ક્યા રાશિના જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવનો સ્વામી છે અને 11માં ભાવમાં ગોચર કરશે. આ નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરવાનો સમય છે. તમારી આર્થિક સ્થિતિ સ્થિર થશે અને ધનલાભ થશે. કર્ક રાશિના જાતકો માટે સૂર્ય ગોચર ધન યોગ બનાવશે. જો 11માં ઘરનો સ્વામી શુક્ર પણ કોઈ વ્યક્તિની કુંડળીમાં સારી રીતે સ્થિત છે, તો તમારૂ ધન વધશે. 


આ પણ વાંચોઃ વૃષભ રાશિમાં બે મોટા ગ્રહોની યુતિ, આ જાતકોના જીવનમાં આવશે ખુશીઓ


સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે સૂર્ય લગ્નનો સ્વામી છે અને દશમ ભાવમાં ગોચર કરશે. સૂર્ય તમારા કરિયરના 10માં ભાવમાં ગોચર કરવાથી તમને નવા અવસરોની પ્રાપ્તિ થશે. આત્મવિશ્વાસ વધશે. કામ પર તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠા મજબૂત કરશે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યાં છો તો આ સમયગાળામાં તમારૂ સપનું સાકાર થશે અને નોકરી માટે તમારી પસંદગી થઈ શકે છે. 


કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 12માં ભાવનો સ્વામી છે અને 9માં ભાવમાં ગોચર કરશે. આ ગોચર દરમિયાન કન્યા રાશિના જાતકોનો ઝુકાવ ધર્મ અને આધ્યાત્મ તરફ રહેશે. આ દરમિયાન પિતા કે ગુરૂ તમારા વ્યક્તિત્વને ઢાળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નોકરી કરનાર લોકોને વિદેશ યાત્રાની તક મળી શકે છે. વિદેશમાં વસતા કન્યા રાશિના જાતકોને આ ગોચર દરમિયાન કાર્યસ્થળ પર પ્રશંસા અને સન્માન મળી શકે છે. 


આ પણ વાંચોઃ જૂનમાં કુંભ રાશિમાં વક્રી થશે શનિ, ચાર રાશિઓ પર થશે સોનાનો વરસાદ


ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે સૂર્ય નવમાં ભાવનો સ્વામી છે અને છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. છઠ્ઠા ભાવમાં સૂર્યની સ્થિતિ ચોક્કસ પણે  તમને તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવામાં મદદ કરશે, ભલે તે ગમે એટલા બળવાન હોય. તમે વિજયી થઈને નિકળશો. ધન રાશિના જાતક પોતાના કરિયરમાં સફળતા હાસિલ કરશે. જો કોર્ટમાં કોઈ મેટર ચાલી રહી હોય તો નિર્ણય તમારા પક્ષમાં આવશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube