ગ્રહોના રાજા સૂર્ય નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. સૂર્યને આત્માનો કારક કહેવાની સાથે સાથે પિતા પણ માનવામાં આવે છે. આવામાં સૂર્યના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ રીતે અવશ્ય પડે છે. અત્રે જણાવવાનું કે સૂર્ય એક નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્ય હાલ પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં છે. પરંતુ 13 સપ્ટેમ્બરે તે નક્ષત્ર પરિવર્તન કરીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર એટલે કે પોતાના જ નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં કેટલાક રાશિવાળાના જીવન પર ખુબ પ્રભાવ પડી શકે છે. જાણો કોને થશે ફાયદો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈદિક પંચાંગ મુજબ 13 સપ્ટેમ્બરે સવારે 9.44 વાગે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તે પ્રવેશ કરશે. ત્યારબાદ 27 સપ્ટેમ્બર સુધી આ જ નક્ષત્રમાં રહેશે અને પછી હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી બારમું નક્ષત્ર ગણાય છે અને આ નક્ષત્રના સ્વામી સ્વયં સૂર્ય પોતે છે. આ સાથે જ આ નક્ષત્રનું પહેલું ચરણ સિંહ રાશિનું હોય છે. જ્યારે ત્રણ ચરણ કન્યા રાશિમાં આવે છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો વિદ્યા, શાસ્ત્રમાં પારંગત હોવાની સાથે શૂરવીર અને યોદ્ધા પણ હોય છે. તેઓ મધુર વાણીના હોવાની સાથે સાથે લોકોની સાથે જલદી ભળી પણ જાય છે. 


મેષ રાશિ
મેષ રાશિ સૂર્ય પંચમ ભાવના સ્વામી છે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં સૂર્યદેવ પ્રગતિ અને અપાર સફળતા લાવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની સાથે સાથે ધન ધાન્યમાં વધારો થશે. કરિયરના ક્ષેત્રમાં સફળતા મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વેપારમાં લાભ મળવાના આસાર જોવા મળી રહ્યા છે. તમને ખુબ નફો થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. આ સાથે જ અપ્રત્યાશિત સ્ત્રોતોથી ધનલાભના યોગ છે. જીવનસાથી સાથે સારો તાલમેળ બેસશે. સ્વાસ્થ્ય પ્રત્યે જોકે જાગૃત રહેવાની જરૂર છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. સુખ સુવિધાઓમાં વધારો થશે. તમારી ખુશીઓ અનેકગણી વધી શકે છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો વિદેશમાં અનેક સારી તકો મળી શકે છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના ચાન્સ છે. વેપારની વાત કરીએ તો ખુબ લાભ થશે. તમે તમારા લક્ષ્યને મેળવવામાં સફળ રહી શકો છો. આર્થિક સ્થિતિ સારી થશે. આત્મ વિકાસથી સારી કમાણી કરશો. પૈસાની બચતમાં પણ સફળ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે પણ સૂર્યનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ મળવાના સંકેત છે. લાંબા સમયથી અટકેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. પાર્ટનર સાથે કોઈ ટ્રિપ પ્લાન કરી શકો છો. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)