16 નવેમ્બરથી સૂર્ય-બુધની વૃશ્ચિક રાશિમાં યુતિ, આ 4 જાતકોનું સૂઈ ગયેલું ભાગ્ય ચમકી જશે, મળશે લાભ
Surya Budh Yuti: નવેમ્બર મહિનામાં સૂર્ય અને બુધ એક સાથે વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને બુધની યુતિ ઘણી રાશિના જાતકો માટે અત્યંત લાભકારી રહેશે.
Surya-Budh Yuti 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહ ગોચરના પ્રભાવથી મેષથી લઈને મીન સુધી તમામ 12 રાશિઓ પર અસર પડે છે. નવેમ્બરમાં દેવ દિવાળી બાદ સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય વૃશ્ચિક રાશિમાં જવાની સાથે બુધ સાથે યુતિ બનાવશે. સૂર્ય તથા બુધની યુતિના પ્રભાવથી કેટલાક જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે. બુધ-સૂર્યની યુતિ ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ અને લાભકારી રહેવાની છે. જાણો આ રાશિઓ વિશે...
સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચરઃ ગ્રહોના રાજા સૂર્ય 16 નવેમ્બરે સવારે 7 કલાક 41 મિનિટ પર મંગળની રાશિ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 15 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે.
સૂર્યના ગોચરનો પ્રભાવ
તુલા રાશિઃ સૂર્ય અને બુધની યુતિ તુલા રાશિના જાતકો પર અત્યંત શુભ પ્રભાવ પાડશે. આ સમયમાં ધન સંબંધી સમસ્યાથી છુટકારો મળશે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂરા થશે. નોકરી કરનાર જાતકોની આવકમાં વધારો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિઃ સૂર્ય સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. સૂર્ય અને બુધની યુતિથી વૃશ્ચિક રાશિના વેપારીઓને લાભ થશે. અટવાયેલા ધનની વાપસી થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે સમય સારો રહેવાનો છે. શારીરિક પરેશાનીથી મુક્તિ મળશે.
આ પણ વાંચોઃ 2025માં ગુરૂની ચાલમાં થશે ફેરફાર, આ 3 જાતકોને થશે લાભ, ધન-સંપત્તિ વધશે
મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે બુધ તથા સૂર્યની યુતિ અત્યંત લાભકારી રહેવાની છે. આ સમયમાં જમીન, ભવન કે વાહનની ખરીદી કરી શકો છો. માતા-પિતાના સહયોગથી આર્થિક લાભ થઈ શકે છે. વેપારીઓ માટે આ સમય ખુબ સારો રહેવાનો છે.
કુંભ રાશિઃ સૂર્ય અને બુધની યુતિ કુંભ રાશિના જાતકોને આર્થિક દ્રષ્ટિએ લાભ અપાવશે. નોકરીમાં પ્રમોશન કે આવકમાં વધારાની રાહ જોઈ રહેલા જાતકોને સુખદ સમાચાર મળી શકે છે. પરિવારનો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે અને સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.