Budhaditya Rajyoga: સિંહ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી સર્જાશે બુધાદિત્ય રાજયોગ, 3 રાશિને થશે બંપર લાભ
Budhaditya Rajyoga: 17 ઓગસ્ટથી એક મહિના સુધી સૂર્ય સ્વરાશિ સિંહમાં ગોચર કરશે. આ દરમિયાન 25 ઓગસ્ટે બુધ પણ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્ય અને બુધના ગોચરથી બુધાદિત્ય રાજયોગ સર્જાશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ યોગ ખૂબ જ શુભ અને ફળદાયી ગણાય છે.
Budhaditya Rajyoga: 17 ઓગસ્ટ અને ગુરુવારે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં સૂર્ય 17 સપ્ટેમ્બર સુધી ગોચર કરશે. એટલે કે એક મહિના સુધી સૂર્ય સ્વરાશિમાં રહેશે. સૂર્યના સિંહ રાશિમાં ગોચર પછી 25 જુલાઈએ બુધ ગ્રહ પણ સૂર્યની રાશી સિંહ માં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં બુધ એક ઓક્ટોબર સુધી ગોચર કરશે. આ સમય દરમિયાન સિંહ રાશિમાં બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધાદિત્ય રાજયોગ એક મહિના સુધી રહેશે જેના કારણે ત્રણ રાશિના લોકોને જબરદસ્ત લાભ થવાના છે. આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે અને તેમને કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ બુધાદિત્ય રાજયોગના કારણે કઈ કઈ રાશિના લોકોના જીવનમાં શુભ પ્રભાવ જોવા મળશે.
આ પણ વાંચો:
ગુરુવારે કરેલા આ કામ તમને કરી શકે છે માલામાલ, એટલું મળશે ધન કે ગણતા ગણતા થાકશો
આ દિવસે સૂર્ય કરશે સ્વરાશિમાં પ્રવેશ, આ 4 રાશિઓના જીવનમાં દોઢ મહિનો થશે ધન વર્ષા
અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા
મેષ રાશિ
બુધાદિત્ય રાજયોગ ના કારણે મેષ રાશિના લોકોને ધન લાભ થશે. નોકરી કરતા લોકોના વેતનમાં વધારો થશે. આ સમય દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત થશે અને બેંક બેલેન્સ માં વધારો થશે. આ સમય દરમિયાન પારિવારિક સુખ પણ સારું રહેશે.
કર્ક રાશિ
બુધાદિત્ય રાજયોગ ના કારણે કર્ક રાશિના લોકોને પણ મોટો ધન લાભ થશે. રોકાણથી ફાયદો થશે. આ સમય દરમિયાન અચાનક ધન પ્રાપ્ત થવાથી ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. બિઝનેસ સંબંધિત કામથી વિદેશ જવાનું થઈ શકે છે. આ એક મહિના દરમિયાન વેપાર ધંધામાં મોટો નફો થશે. નોકરી કરતા લોકોને પણ આ સમય દરમિયાન ફાયદો થશે.
તુલા રાશિ
બુધાદિત્ય રાજયોગથી તુલા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થશે. શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે આ સમય રોકાણ કરવા માટે અતિ શુભ છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છતા હોય તો 17 ઓગસ્ટ પછીનો સમય ખૂબ જ શુભ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)