Surya Gochar 2023: 1 વર્ષ બાદ સિંહ રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ, જીવનમાં થશે પ્રગતિ
સૂર્ય દેવ પોતાની રાશિ સિંહમાં 17 ઓગસ્ટ 2023ના દિવસે પ્રવેશ કરવાના છે. કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં સૂર્યનું ગોચર આશરે એક મહિના સુધી એટલે 17 સપ્ટેમ્બર સુધી રહેવાનું છે.
નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે, જેની શુભ અને અશુભ અસર દરેક રાશિઓ પર પડજે છે. તો સૂર્ય દેવ પોતાની રાશિ સિંહમાં 17 ઓગસ્ટે પ્રવેશ કરી રહ્યાં છે. કર્ક રાશિથી સિંહ રાશિમાં સૂર્યનું ગોચર આશરે એક મહિનો એટલે કે 17 સપ્ટેમ્બર સુધી રહેવાનું છે. ત્યારબાદ કન્યા રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે. સૂર્ય ગોચરની અચર કેટલીક રાશિઓ માટે લાભકારી માનવામાં આવી રહી છે. આવો જાણીએ કઈ રાશિના જાતકોને સૂર્ય ગોચરનું શુભ ફળ મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર ખુબ શુભ રહેવાનું છે. આ રાશિના લોકો માટે કારોબાર તથા આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. વેપારમાં સફળતા મળશે, સાથે માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા પણ વધશે. પ્રેમ સંબંધ ખુબ સારો નજર આવી રહ્યો નથી. તો તમારા શત્રુ પણ તમારો સહયોગ કરવા માટે આગળ આવશે.
આ પણ વાંચોઃ કેમ હંમેશા ભગવાન વિષ્ણુના ભક્તો પર રહે છે માતા લક્ષ્મીની કૃપા? જાણવા જેવું છે કારણ
મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે લાભયાદક રહેવાનું છે. આ ગોચર તમારા માટે આવકના નવા સ્ત્રોત ઉભા કરશે. વેપારની સ્થિતિઓ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તો પરિવારના સભ્યો વચ્ચે ક્લેશ થવાની સંભાવના છે.
સિંહ રાશિ
સૂર્ય દેવ પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જેના ફળ સ્વરૂપે સિંહ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. ઘર પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. વેપારમાં પ્રગતિ થશે, સાથે સમાજમાં માન-સન્માન વધશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય છે. તમે આ ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube