Surya Gochar: વર્ષ 2025 ની શરૂઆત પહેલા જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે. ડિસેમ્બર 2024 ના અંતિમ દિવસોમાં સૂર્યદેવ જેને ગ્રહોના રાજા કહેવાય છે અને શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે. સૂર્ય અને શુક્ર બંને શક્તિશાળી ગ્રહ છે. બંને ગ્રહનું પરિવર્તન 12 રાશિના લોકોના જીવનને વ્યાપક રીતે અસર કરે છે. જ્યારે આ બે ગ્રહ યોગ બનાવે છે ત્યારે શક્તિશાળી સંયોગ બને છે. આ સંજોગની અસર દરેક રાશિ પર થાય છે. ડિસેમ્બર મહિનાના અંતે પણ સૂર્ય અને શુક્ર ત્રણ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન 


આ પણ વાંચો:Weekly Horoscope: આર્થિક મામલે આ સપ્તાહે ધન વૃદ્ધિ થશે, રોકાણ અત્યંત ફાયદાકારક રહેશે


જ્યોતિષ ગણના અનુસાર 29 ડિસેમ્બરે સૂર્યદેવ મૂળ નક્ષત્રમાંથી નીકળી પૂર્વાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. 2025 ની શરૂઆત પહેલા સૂર્ય શુક્રના સ્વામીત્વના નક્ષત્રમાં બિરાજમાન થશે જે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વની ઘટના છે. આ ઘટના ત્રણ રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. આ રાશિઓ કઈ કઈ છે અને તેમને કેવા લાભ થશે તે વિસ્તારપૂર્વક જાણીએ. 


આ પણ વાંચો: સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે


સિંહ રાશિ


સૂર્યદેવનું પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ સિંહ રાશિના લોકો માટે શુભ છે. સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. તેથી સૂર્યના ગોચરનો પ્રભાવ આ રાશિ પર સૌથી વધુ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. પડકારોનો સામનો કરવા માટે સક્ષમ હશો. નેતૃત્વની ક્ષમતા વધશે. ધન કમાવાની નવી તકો મળશે. શેરબજાર કે પ્રોપર્ટીમાં રોકાણથી લાભ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 


આ પણ વાંચો: વર્ષના આ 5 દિવસે દાન ન કરવું, પિતૃ દોષ લાગશે અને નોકરી-વેપારમાં પણ થશે નુકસાન


તુલા રાશિ 


શુક્ર ગ્રહના કારણે તુલા રાશિને વિશેષ લાભ થશે. સૂર્ય ગોચરથી આ રાશિના લોકોના ગુણમાં વધારો થશે. વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે. સમાજમાં માન સન્માન વધશે. અટકેલું ધન પરત મળશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો સફળતા મળશે. પવિત્ર સંપત્તિથી લાભ થશે. પારિવારિક અને સામાજિક સંબંધ મજબૂત થશે. સંબંધોમાં મધુરતા આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 


આ પણ વાંચો: ગુરુના નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિ માટે ફાયદાકારક, ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના યોગ


ધન રાશિ 


પૂર્વાષાઢા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ ધન રાશિને પણ શુભ સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. ધાર્મિક યાત્રાના પણ યોગ છે. નોકરી કરતા લોકોને જીવનમાં પ્રગતિ થશે. વેપારમાં નવી રણનીતિ અપનાવાથી લાભ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ટાઈમ. વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. પારિવારિક જીવન અને લવ લાઈફ સારી રહેશે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)