Surya Rashi Parivartan: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. જેની શુભ-અશુભ અસર દરેક રાશિના જાતકો પર થાય છે. ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીએ મકર રાશિમાંથી નિકળી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. આશરે 1 વર્ષ બાદ સૂર્ય દેવ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે, જ્યાં શનિ પહેલાથી બિરાજમાન છે. 13 ફેબ્રુઆરીએ સૂર્ય ગોચરની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સહિત અન્ય શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેનાથી કેટલાક જાતકોને લાભ થશે. આવો સૂર્ય ગોચરથી કયાં જાતકોને લાભ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
ધન આગમનના નવા માર્ગ ખુલશે.
દેવામાંથી મુક્તિ મળશે.
લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
આવકમાં વધારાનો યોગ બનશે.


મિથુન રાશિ
નોકરી-કારોબારમાં પ્રગતિનો યોગ બનશે.
જીવનમાં સુખ-સુવિધાઓ વધશે.
વેપારમાં સફળતા મળશે.
કારોબારમાં વધારા માટે નવી તક મળશેય
આવક વધશે.


આ પણ વાંચોઃ તુલસીમાં આ વસ્તુઓ ચઢાવનારથી ક્યારેય નારાજ નથી રહેતા માં લક્ષ્મી, વ્યક્તિ બને છે અમીર


સિંહ રાશિ
વેપારમાં વધારાની તક મળશે.
કરિયરમાં નવી સિદ્ધિઓ હાસિલ કરીશું.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાથી છુટકારો મળશે.
લગ્ન જીવનમાં ખુશીઓ આવશે.
નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે.


કુંભ રાશિ
સૂર્ય ગોચરથી કુંભ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે.
આવકમાં ઘણા સ્ત્રોતોથી લાભ થશે.
ભૌતિક-સુખ સમૃદ્ધિમાં વધારો થશે.
ઘરમાં મહેમાનોના આગમનથી ખુશીઓનો માહોલ હશે.
ઓફિસમાં ઉચ્ચાઅધિકારીઓનું સમર્થન મળશે.


ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.