Surya Gochar: જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો આજે 17 ઓગસ્ટનો દિવસ ખુબ જ ખાસ છે. આજે એક વર્ષ બાદ સૂર્ય પોતાની જ રાશિ સિંહમાં ગોચર કરી રહ્યો છે. સૂર્યનું સિંહમાં ગોચર મોટું પરિવર્તન લાવશે. આ સાથે જ સિંહ રાશિમાં પહેલેથી બુધ ગ્રહ પણ છે. જેનાથી સૂર્યની રાશિ સિંહમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ બનશે. બુધાદિત્ય રાજયોગને જયોતિષમાં અત્યંત શુભ માનવામાં આવે છે. ઉપરથી સૂર્યની રાશિ સિંહમાં બુધાદિત્ય રાજયોગ બને એ વધુ ખાસ છે. તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે અને 5 રાશિવાળાઓ માટે બુધાદિત્ય રાજયોગ ખુબ જ સફળતા અને ધન આપનારો રહેશે. જાણો આ રાશિઓ કઈ કઈ છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્ય ગોચર ખુબ જ લાભદાયી રહેશે. તમારી એકાગ્રતા વધશે. પ્રદર્શન વધુ સારું થશે. કામમાં સફળ થશો. પ્રમોશન કે મોટું પદ-દરજ્જો મળવાના યોગ છે. આર્થિક સ્થિતિ વધુ સારી થશે. આવક વધશે. લવ લાઈફ સારી રહેશે. 


મિથુન રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ વધારશે. તમારા લોકો સાથે સંબંધ સારા થશે, તે તમારી છબી સુધારશે અને લાભ પણ આપશે. તમારા કામના વખાણ થઈ શકે છે. માન સન્માન વધશે અને ધન મળશે. 


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ભાગ્યનો સાથ લાવનારું રહેશે. તમારા તમામ કામ ઝડપથી પૂરા થશે. ક્યાંકથી અચાનક પૈસા મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક સ્થિતિમાં ઉછાળો આવશે. ઈચ્છિત પદ અને પૈસા મળશે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે પણ સૂર્યનું ગોચર ખુબ જ શુભ રહેશે. તમારી કરિયરમાં નવી તકો મળશે. ખાસ કરીને સરકાર, સત્તા સાથે જોડાયેલા લોકોને લાભ થશે. સરકારી ક્ષેત્રથી કોઈ કામ  બનશે. આર્થિક લાભ બનશે. પરંતુ આ દરમિયાન કોઈની વાતોમાં આવવાની જગ્યાએ પોતે તપાસ કરવી જરૂરી છે. 


ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને આ સમય કરિયર અને અંગત જીવન બંનેમાં લાભ કરાવશે. વધેલો આત્મવિશ્વાસ કામોમાં સફળતા અપાવશે. તમે જોખમ લેશો અને ફાયદામાં રહેશો. ભાગ્યનો સાથ મળશે. પરિવારમાં ખુશી વધશે. સંબંધો મજબૂત બનશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)