Surya Gochar 2024: સૂર્ય પોતાની નીચ રાશિ તુલામાં કરશે ગોચર, 30 દિવસ આ 3 રાશિઓ પર થશે ધનનો વરસાદ
Surya Gochar 2024: ઓક્ટોબર મહિનામાં 17 તારીખે સૂર્ય તેની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. જેની અસર 12 રાશિના લોકો પર થશે. સૂર્યના ગોચરથી સ્વાસ્થ્ય, કરિયર, સંબંધો અને આવક પર અસર થશે. આજે તમને 3 લકી રાશિ વિશે જણાવીએ જેમને સૂર્યના ગોચરથી લાભ થશે.
Surya Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પછી રાશી પરિવર્તન કરે છે. દરેક ગ્રહનો રાશિ પરિવર્તન કરવાનો સમય અલગ અલગ હોય છે. જેમાં ગ્રહોના રાજા સૂર્ય એક રાશિમાં 30 દિવસ સુધી ગોચર કરે છે. ત્યાર પછી તે રાશિ બદલે છે.. હાલ સૂર્ય કન્યા રાશિમાં ગોચર કરે છે. કન્યા રાશિમાં સૂર્ય 17 ઓક્ટોબર સુધી રહેશે.
આ પણ વાંચો: 13 ઓક્ટોબર સુધી 3 રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ, દરેક કામ થશે સફળ, વધશે આવક
17 ઓક્ટોબરે સવારે 7.47 મિનિટે સૂર્ય કન્યા રાશિમાંથી નીકળી પોતાની નીચ રાશિ તુલામાં પ્રવેશ કરશે. આ ગોચરની તુલા સંક્રાંતિ પણ કહેવાય છે. તુલા રાશિમાં સૂર્ય આવનારા 30 દિવસ સુધી રહેશે. 16 નવેમ્બરે સવારે સૂર્ય તુલા રાશિમાંથી નીકળી વૃષિક રાશિમાં પ્રવેશ કરશે. 17 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધીના દિવસો 3 રાશીના લોકો માટે લાભકારી રહેશે.
સૂર્ય ગોચરનો રાશિઓ પર પ્રભાવ
આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મેષ, મિથુન સહિત 5 રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનાર
કન્યા રાશિ
સૂર્યના તુલા રાશિમાં પ્રવેશથી કન્યા રાશિ માટે ખુબ જ સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. દરેક કાર્ય સમયસર પૂરું થશે. યુવાનોને કારકિર્દીમાં આગળ વધવાની તકો મળશે. નોકરી લાગી શકે છે. આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના.
આ પણ વાંચો: માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
તુલા રાશિ
સૂર્યદેવ નીચ રાશિ તુલામાં ગોચર કરશે. જે આ રાશિના લોકો માટે શુભ છે. આ રાશિના લોકોનું પદ વધી શકે છે. સૂર્ય ગોત્ર પછીના 33 દિવસ નોકરી કરતા લોકો માટે ગોલ્ડન પિરિયડ હશે. વેપારમાં વૃદ્ધિ થશે. લગ્ન જીવનમાં ખુશાલી વધશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.
આ પણ વાંચો: ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
કુંભ રાશિ
ગ્રહોના રાજા સૂર્ય કુંભ રાશિના લોકોને પણ ફાયદો કરાવશે. નોકરી કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં કામ કરવામાં અનુકૂળતા રહેશે. બેરોજગાર લોકો માટે 33 દિવસ શુભ છે, આ સમય દરમિયાન નોકરી માટે સારી ઓફર મળી શકે છે. બિઝનેસમાં પ્રગતિના પ્રબળ યોગ. કારોબાર વધશે. સ્વાસ્થ્ય સુધરશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)