નવી દિલ્હીઃ Surya Grahan 2023 Date And Time: આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલે લાગશે. આ એક કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ હશે. ચંદ્રમા જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો આ ખગોળીય ઘટનાને સૂર્ય ગ્રહણ કહે છે. આગામી સૂર્ય ગ્રહણને લઈને મનમાં ઘણા સવાલ ઉઠી રહ્યાં છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે કે નહીં? તેનો સમય શું હશે? અહીં જાણો ગ્રહણ સાથે જોડાયેલી દરેક જાણકારી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે લાગશે સૂર્ય ગ્રહણ, અહીં જાણો સમય
ભારતીય સમયાનુસાર વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલની સવારે 7 કલાક 3 મિનિટે સરૂ થઈે 12 કલાક 28 મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણને ભારતમાં જોઈ શકાશે નહીં. આ કારણે ભારતમાં સૂર્ય ગ્રહણનો સૂતકકાળ માન્ય રહેશે નહીં.


જાણો ક્યા માન્ય હશે સૂતક કાળ
ભારતમાં ન દેખાવાને કારણે અહીં સૂતક કાળ લાગૂ પડશે નહીં. ધાર્મિક માન્યતા અનુસાર આ સૂર્ય ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભા હશે નહીં અને મંદિરના કપાટ બંધ થશે નહીં.


આ પણ વાંચોઃ હનુમાન જયંતિ પર બની રહ્યો છે ખાસ સંયોગ, બે ગ્રહોના પ્રભાવથી ચમકી આ રાશિનું ભાગ્ય


ક્યાં જોઈ શકશો સૂર્ય ગ્રહણ?
રિપોર્ટ પ્રમાણે 20 એપ્રિલ 2023ના પૂર્ણ સૂર્ય ગ્રહણ (Surya Grahan) હશે. તેને ઓસ્ટ્રેલિયા, પૂર્વ અને દક્ષિણ એશિયા, પ્રશાંત મહાસાગર, એન્ટાર્કટિકા અને હિંદ મહાસાગરથી જોઈ શકાય છે. 


વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ
વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર 2023ના લાગશે. આ સૂર્ય ગ્રહણ પણ ભારતમાં જોવા મળશે નહીં. તેને પશ્ચિમી આફ્રિકા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને આર્કટિકામાં જોઈ શકાશે. ભારતમાં ન દેખાવાને કારણે તેમાં પણ સૂતકના નિયમ લાગૂ થશે નહીં. 


વર્ષ 2023માં ચંદ્ર ગ્રહણ ક્યારે લાગશે
આ વર્ષે કુલ ચાર ગ્રહણ હશે, જેમાંથી બે ચંદ્ર ગ્રહણ અને બે સૂર્ય ગ્રહણ હશે. આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ 5 મેએ રાત્રે 8.45 કલાકથી શરૂ થઈને રાત્રે 1 કલાક સુધી રહેશે. તો બીજુ ચંદ્ર ગ્રહણ 28 ઓક્ટોબરે લાગશે. 


આ પણ વાંચોઃ આ 7 રાશિના લોકો માટે શુભ દિવસો શરૂ થશે, સૂર્ય 'મંગળ' રાશિમાં પ્રવેશ કરતાં જ ધનલાભ


(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube