20 એપ્રિલના રોજ વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ લાગશે. જ્યારે પણ કોઈ સૂર્યગ્રહણ લાગે છે ત્યારે તેના 40 દિવસ પહેલા અને 40 દિવસ બાદ અને ક્યારેક ક્યારેક તો 15 દિવસની અંદર ભૂકંપ આવતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Grahan 2023: ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષી ગણતરીઓ મુજબ સૂર્યગ્રહણ બાદ જ્યાં પૃથ્વીનો પ્રભાવ પડે છે ત્યાં ચંદ્રગ્રહણ  જળ અને સમુદ્ર પર અસર પાડે છે. આવનારી કુદરતી આફતો અંગે એવું કહેવાય છે કે ગ્રહણ પહેલેથી સંકેત આપે છે. જીવજંતુઓમાં તે વખતે બેચેની અને ચોંકાવનારી હરકતો જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભૂકંપનું જોખમ એ વિસ્તારમાં વધુ રહે છે જ્યાં સૂર્યગ્રહણનો પ્રભાવ વધુ રહે છે અથવા તો જ્યાં જ્યાં ગ્રહણની અસર રહે છે. 20 એપ્રિલના રોજ વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ લાગશે. 


સૂર્યગ્રહણ બાદ ભૂકંપથી તબાહી
સામાન્ય રીતે ભૂકંપ દિવસ અને રાતના સમયે ખાસ જોવા મળે છે. દિવસના 12 વાગ્યા પહેલા અને અડધી રાતથી સૂર્યોદય થાય તે વચ્ચે વધુ મામલા જોવા મળ્યા છે. અત્રે જણાવવાનું કે તુર્કીમાં ભૂકંપનો પહેલો ઝટકો સવારે 4.17 વાગે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નીટ્યૂડની હતી. 


સૂર્યગ્રહણ અને ભૂકંપને કનેક્શન?
જ્યારે પણ કોઈ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેના 40 દિવસ પહેલા અને 40 દિવસ બાદ કે ગ્રહણના 80 દિવસની અંદર ભૂકંપ થવાના એંધાણ હોય છે. ક્યારેક તો સૂર્યગ્રહણના 15 દિવસ પૂર્વે કે 15 દિવસ બાદ પણ ભૂકંપના ઝટકા આવી શકે છે.    


બુધ ગુરુ યુતિ: આજથી આ 5 રાશિવાળાઓની આવકમાં છપ્પરફાડ વધારો થશે, ઘરમાં ધનના ઢગલા થશે


જાણો પૂજા કરતી વખતે સૌથી પહેલા શા માટે કરવામાં આવે છે ઘીનો દીવો?


Vikram samvat 2080: હિન્દુ નવવર્ષની શરૂઆત પહેલા ઘરે વસાવી લો આ 7 લકી વસ્તુઓ, થઈ જશો


દર વર્ષે લગભગ 20 હજાર જેટલા ભૂકંપના ઝટકા
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભૂકંપ એ વિસ્તારોમાં આવવાની શક્યતા વધી જાય છે જ્યાં સૂર્યગ્રહણનો પ્રભાવ વધુ જોવા મળે છે અને જ્યાં ધરતી નીચે વિપરિત પરિસ્થિતિઓ કે સ્થિતિઓ સર્જાઈ રહી હોય. જાણકારીઓ અને આંકડા પર નજર ફેરવીએ તો દુનિયાભરમાં દર વર્ષે લગભગ 20 હજારથી વધુ ભૂકંપ આવે છે. જેમાંથી કેટલાક તો એકદમ મામૂલી હોય છે જે સિસ્મોગ્રાફીની પકડમાં આવતા નથી. જ્યારે કેટલાક એકદમ ભયાનક હોય છે અને તબાહી મચાવી દે છે. 


ધરતીની ખાસ પ્લેટોની પાસે જ ભૂકંપનું કેન્દ્ર હોય છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં ગ્રહ એકબીજા પર પોતાની છાયા પાડે છે. આ છાયા ભલે સૂર્ય ચંદ્રમા પર પડે કે પછી પૃથ્વી પર બંને પર તેની અસર જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે કોઈ ખાસ કારણે સૂર્યની કિરણો ધરતી પર પડતી નથી ત્યારે ચંદ્રમા અને પૃથ્વી બંને પર અસર પડે છે. 


સૂર્યગ્રહણ બાદથી દેશ દુનિયામાં ધરતી સંલગ્ન આફતો આવે છે અને ચંદ્રગ્રહણ દરમિયાન સમુદ્રી આફતો એટલે કે પાણી સંબંધિત આફતો વધે છે. તેના કારણે  સમુદ્રની અંદર પણ હલચલ અને સુનામી આવે છે.      


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)