Surya Grahan 2023 Effect: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ 2023ના લાગશે. આ દિવસે વૈશાખ મહિનાની અમાસ પણ છે. વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે મેષ અને અશ્વિની નક્ષત્રમાં લાગશે. તેવામાં સ્વાભાવિક છે કે આ ગ્રહણનો પ્રભાવ સૌથી વધુ મેષ રાશિના જાતકો પર પડશે. હિન્દુ પંચાગ અનુસાર વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ સવારે 7 કલાક 4 મિનિટ પર શરૂ થશે અને બપોરે 12 કલાક 29 મિનિટ પર સમાપ્ત થશે. એટલે કે આ ગ્રહણનો સમય 5 કલાક 24 મિનિટ રહેશે. કારણ કે આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, એટલે તેનો સૂતક કાળ અમાન્ય રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ
વર્ષનું બીજું અને અંતિમ સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર, 2023ના લાગશે. વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણની અસર મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકો પર પડી શકે છે. આ ગ્રહણ પશ્ચિમી આફ્રિકા, ઉત્તરી અમેરિકા અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે. કારણ કે આ વર્ષના કોઈપણ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં એટલે તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. 


આ પણ વાંચોઃ Surya Grahan 2023: અદ્ભુત હશે વર્ષનું પહેલું 'હાઇબ્રિડ' સૂર્યગ્રહણ, જાણો કારણ


વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ રાશિના જાતકો માટે લાભકારી
મેષ રાશિના જાતકો પર આ ગ્રહણનો સૌથી વધુ પ્રભાવ પડશે. આ સિવાય સિંહ, કન્યા અને વૃશ્ચિક તથા મકર રાશિના જાતકો પર સૂર્ય ગ્રહણનો પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. તો વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ વૃષભ, મિથુન, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ રહેશે. 


આ રાશિના જાતકો રહે સાવધાન
મેષ રાશિઃ
વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ મેષ રાશિમાં લાગશે. મેષ રાશિના જાતકોએ આ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી તમારે વધુ સાવધાની રાખવી જોઈએ. માનસીક પીડાની સાથે શારીરિક પીડા પણ આ દરમિયાન તમારા જીવનમાં વધી શકે છે અને તમારે નોકરી તથા વ્યવસાયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 


સિંહ રાશિઃ સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેવામાં સિંહ રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ અનુકૂળ નહીં હોય. આ દરમિયાન તમારા ચાલી રહેલા કામમાં નુકસાન થઈ શકે છે અને તમારે ઘણા પ્રકારના પ્રતિકૂળ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. તે વિનંતી કરવામાં આવે છે કે તમે તમારો સંયમ બનાવી રાખો અને ધૈર્યથી કામ લો.


આ પણ વાંચોઃ અંબાલાલ કાકાની વધુ એક આગાહી, બે ગ્રહોનું ગોચર ગુજરાત પર કહેર લાવશે


કન્યા રાશિઃ ત્રીજી રાશિ માટે આ સૂર્ય ગ્રહણ ખતરનાક હોઈ શકે છે તે કન્યા રાશિ છે. આ ગ્રહણ કન્યા રાશિના આઠમાં ભાવમાં પડી રહ્યું છે. તેવામાં માનસિક તણાવ વધવા, નિરાશા અને વેપાર તથા કાર્યક્ષેત્રમાં નિષ્ફળતા મળવાની સંભાવના વધી જાય છે. તે પણ સલાહ આપવામાં આવે છે કે આ દરમિયાન તમે તમારૂ ધૈર્ય બનાવી રાખો. 


( આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube