Surya Grahan 2024: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે લાગી રહ્યું છે. તેને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્યને આત્માનો કારક માનવામાં આવે છે. તેવામાં સૂર્ય સંબંધિત કોઈપણ ઘટના થાય તો તેની અસર દેશ-દુનિયા પર જરૂર પડે છે. નોંધનીય છે કે આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. પરંતુ ભારતમાં જોવા મળશે નહીં. પરંતુ તેની અસર દરેક રાશિના જાતકો પર પડી શકે છે. ચૈત્ર નવરાત્રિ પહેલા પડનાર આ સૂર્ય ગ્રહણની અસર કેટલાક જાતકો પર સકારાત્મક તો કોઈ ઉપર નકારાત્મક પડશે. જોકે તમને આ ફાયદો કરાવશે કે નહીં અહીં વિગતવાર વાંચી લો... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય ગ્રહણનો કયાં જાતકો પર પડશે શુભ પ્રભાવ
નોંધનીય છે કે આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ હશે, જે આશરે ચાર વર્ષ બાદ લાગી રહ્યું છે. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણના સમયે રેવતી નક્ષત્ર અને મીન રાશિમાં બશે. મીન ગુરૂની રાશિ છે. તેવામાં સૂર્યની સાથે ગુરૂનો મિત્રતાનો ભાવ છે. આ સાથે સૂર્યની સાથે ચંદ્રમા, શુક્ર અને રાહુ પણ હશે. ચંદ્રમા બારમાં ભાવમાં શનિ અને મંગળ સ્થિત હશે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. 


આ પણ વાંચોઃ 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટશે


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ લાભદાયક સાબિત થઈ શકે છે. સૂર્ય ગ્રહણની અસર આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પડવાની છે. લાંબા સમયથી બંધ કામ ફરી શરૂ થશે. જો તમે શિક્ષણ કે નોકરીને લઈને વિદેશ જવા ઈચ્છો છો તો તમારૂ સપનું પૂરુ થઈ શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. માનસિક-સુખ શાંતિનો અનુભવ થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. 


વૃષભ રાશિ
સૂર્ય ગ્રહણની અસર વૃષભ રાશિના જાતકો પર સકારાત્મક પડવાની છે. આ રાશિના જાતકોને ધનલાભનો યોગ બની રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે. તમારી અટવાયેલી કોઈ યોજના ફરી શરૂ કરી શકો છો. કરિયર સાથે જોડાયેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આ સાથે પરિવારમાં સમય પસાર કરશો. 


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે પણ સૂર્ય ગ્રહણ અનુકૂળ રહેવાનું છે. લાંબા સમયથી પરિવારમાં ચાલતી સમસ્યાથી છુટકારો મળી શકે છે. આ સાથે જીવનમાં કોઈ ફેરફાર જોવા મળી શકે છે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થઈ શકે છે. આ સાથે તણાવથી મુક્તિ મળશે. વરિષ્ઠ લોકોના સહયોગથી તમારો લક્ષ્ય હાસિલ કરી શકો છો. 


કયા સમયે લાગશે સૂર્ય ગ્રહણ?
ભારતીય સમયાનુસાર સૂર્ય ગ્રહણ રાત્રે 9 કલાક 12 મિનિટે શરૂ થઈ રહ્યું છે, જે 9 એપ્રિલે સવારે 2 કલાક 22 મિનિટ પર સમાપ્ત થઈ રહ્યું છે. 


કયાં-કયાં જોવા મળશે સૂર્ય ગ્રહણ?
વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ સિવાય પશ્ચિમી યુરોપ પેસિફિક, એટલાન્ટિક, આર્કટિક મેક્સિકો, ઉત્તરી અમેરિકા (અલાસ્કાને છોડીને), કેનેડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગોમાં, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં, આયર્લેન્ડ વગેરે દેશોમાં તેને જોઈ શકાય છે.