વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 8 એપ્રિલના રોજ પહેલી અમાસ તિથિ સોમવતી અમાસ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ સોમવતી અમાસને ભૂતડી અમાસના નામથી પણ ઓળખવામાં આવે છે. અત્રે જણાવવાનું કે ભૂતડી અમાસના દિવસે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ પણ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે 8 એપ્રિલના રોજ રાતે 9.12 કલાકે સૂર્ય ગ્રહણની શરૂઆત થશે અને સમાપ્તિ રાતે 2.22 વાગે થશે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ ભૂતડી અમાસના દિવસે સૂર્યગ્રહણનો સંયોગ અનેક રાશિઓ માટે કપરી સ્થિતિ પેદા કરી શકે છે. જાણો કઈ 5 રાશિવાળાએ રહેવું પડશે સાવધાન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે ભૂતડી અમાસના દિવસે  સૂર્યગ્રહણનો સંયોગ ખુબ કપરો રહેશે. સૂર્ય ગ્રહણનો પ્રભાવ કરિયર સાથે વેપાર ઉપર પણ પડશે. કારોબારમાં હાનિ થઈ શેક છે. મિત્રોનો સાથ છૂટી શકે છે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે આ ગ્રહણ ખુબ કષ્ટદાયી રહેશે. અચાનક તમને પોતાના માણસો દગો દઈ શકે છે. સંબંધ બગડી શકે છે. તમારી વાણી પર સંયમ રાખજો. કોઈની પણ સાથે કારણ વગર વિવાદમાં ન ઉતરો. 


તુલા રાશિ
વર્ષનું પહેલું સૂર્યગ્રહણ તુલા રાશિવાળા માટે અશુભ રહે તેવી શક્યતા છે. કારોબારમાં હાનિ થઈ શકે છે. જેનાથી મન પરેશાન રહેશે. માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ શકે છે. ઘરવાળા તરફથી કઈક મોટી જવાબદારી મળી શકે છે. 


વૃશ્ચિક રાશિ
જ્યોતિષીઓના જણાવ્યાં મુજબ વર્ષના પહેલા સૂર્યગ્રહણે વૃશ્ચિક રાશિવાળા માટે સતર્ક રહેવું પડશે. જે લોકો દૂર રહીને અભ્યાસ કરે છે તેમને નિષ્ફળતા મળી શકે છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી. થોડા દિવસ બાદ  ભાગ્ય બદલાઈ શકે છે. 


મીન રાશિ
વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ મીન રાશિમાં લાગવાનું છે. જેનાથી મીન રાશિવાળાને કરિયરમાં થોડું નુક્સાન થઈ શકે છે. અત્રે જણાવવાનું કે કરિયરમાં અચાનક ફેરફાર પણ જોવા મળી શકે છે. આથી કરિયર સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર જરૂર વિચારી લેજો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube