Sarva Pitru Amas 2024: ગ્રહણ એક ખગોળીય ઘટના છે. ધર્મશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે. તેથી જ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ હોય તો શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. સાથે જ ગ્રહણ છૂટ્યા પછી સ્નાન અને દાન કરવામાં આવે છે જેથી ગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકાય. માન્યતા છે કે ગ્રહણ દરમિયાન વાતાવરણમાં નકારાત્મકતા વધી જાય છે જે લોકોની માનસિક સ્થિતિ અને જીવન પર અસર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 12 વર્ષ પછી ગુરુ વૃષભ રાશિમાં વક્રી થશે, નવરાત્રીથી સાતમા આસમાને હશે 4 રાશિના લોકો


વર્ષ 2024 નું છેલ્લું સૂર્યગ્રહણ સર્વ પિતૃ અમાસના દિવસે થશે. પિતૃ અમાસના દિવસે પિતૃઓને વિદાય કરવાની હોય છે તેમની આત્માને શાંતિ માટે તર્પણ, બ્રાહ્મણને ભોજન, દાન અને પુણ્ય કાર્ય કરવામાં આવે છે. આ દિવસે સૂર્યગ્રહણ પણ છે. સૂર્યગ્રહણમાં પણ દાન અને પુણ્યનું મહત્વ હોય છે. આ વર્ષે સર્વ પિતૃ અમાસ અને સૂર્યગ્રહણ પર જો કેટલીક વસ્તુઓનું દાન કરવામાં આવશે તો તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે. 


આ પણ વાંચો:Weekly Horoscope: ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં આ 5 રાશિઓને થશે જબરદસ્ત ધન લાભ


આ વર્ષે સર્વ પિતૃ અમાસ 2 ઓક્ટોબર 2024 ના રોજ છે. આ રાત્રે સૂર્ય ગ્રહણ લાગશે. સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરની રાત્રે શરૂ થશે અને મધ્યરાત્રી સુધી અંદાજે 3 કલાક ચાલશે. સૂર્યગ્રહણ ઘટ સ્થાપના પહેલા પૂરું થઈ જશે. પરંતુ શારદીય નવરાત્રી પર ઘટસ્થાપન કરતા પહેલા સ્નાન અને દાન કરવું જરૂરી છે. સર્વ પિતૃ અમાસ પર જે ગ્રહણ થવાનું છે તે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે નહીં. પરંતુ સૂર્યગ્રહણ પછી સ્નાન કરી લેવું અને દાન પણ કરી દેવું જેથી ગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકાય. 


આ પણ વાંચો: 13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે


સૂર્યગ્રહણ પછી શું કરવું ?


સૂર્યગ્રહણ પૂરું થાય પછી ઘરમાં ઝાડુ લગાવો અને સ્નાન કરો. સ્નાન કર્યા પછી ગરમા ગંગાજળ છાંટો. ત્યારબાદ ગરીબોને યથાશક્તિ દાન કરો. આ દિવસે દાનમાં ચણા, ઘઉં, ગોળ, કેળા, દૂધ, ફળ અને દાળનું દાન કરી શકાય છે. આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવેલી સમસ્યાઓનો અંત થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)