Shadashtak Yog: સૂર્ય-ગુરુના ષડાષ્ટક યોગથી સાતમા આસમાને હશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષમાં આ લોકો બનશે અમીર
Shadashtak Yog: જાન્યુઆરી મહિનાની શરુઆત અત્યંત શુભ રહેવાની છે. આ મહિનામાં સૂર્ય અને ગુરુનો ષડાષ્ટક યોગ સર્જાશે. જે 3 રાશિઓના જીવનમાં અત્યંત શુભ પરિવર્તન લાવશે. આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે ચાલો તમને પણ જણાવીએ.
Shadashtak Yog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહ એક-બીજાથી છઠ્ઠા કે આઠમા ભાવમાં સ્થિત હોય. 3 જાન્યુઆરી 2025 ના રોજ સૂર્ય અને ગુરુ પણ આ વિશેષ યોગ બનાવશે. દરેક યોગ રાશિઓ પર શુભ અને અશુભ અસર કરે છે. વર્ષ 2025 નો આ યોગ 3 રાશિઓને શુભ ફળ આપશે. આ યોગ તેમના જીવનમાં ધન, સમૃદ્ધિ, સફળતા અને પ્રેમ વધારશે.
સૂર્ય ગુરુના ષડાષ્ટક યોગની રાશિઓ પર અસર
આ પણ વાંચો: Weekly Horoscope: જાન્યુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં કઈકઈ રાશિઓને ભાગ્ય સાથ આપશે જાણો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 જાન્યુઆરી અને શુક્રવારે સવારે સૂર્ય અને ગુરુ એક બીજાથી છઠ્ઠા અને આઠમા ભાવમાં સ્થિત હશે જેના કારણે ષડાષ્ટક યોગ બનશે. સૂર્ય ગુરુનો ષડાષ્ટક યોગ મેષ, સિંહ અને ધન રાશિના જીવનમાં શુભ ફેરફાર લાવશે.
મેષ રાશિ
સૂર્ય ગુરુના ષડાષ્ટક યોગથી ધન અને સમૃદ્ધિ વધશે. સૂર્ય અને ગુરુના પ્રભાવથી આત્મવિસ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં અટકેલું ધન પરત મળશે. નેતૃત્વની ક્ષમતા વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. સુખ-શાંતિ વધશે. આત્મવિશ્વાસ વધશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દુર થશે.
આ પણ વાંચો: 4 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર અને બુધ એકસાથે બદલશે ચાલ, આ દિવસથી 5 રાશિઓને થશે લાભ
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગુરુનો ષડાષ્ટક યોગ શુભ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. કરિયર અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જળવાશે. ધન સંબંધિત મામલામાં પ્રગતિ થશે. શેર માર્કેટમાં લાભ થશે. ઉપરી અધિકારીઓ નોકરીમાં પ્રશંસા કરશે. આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વધશે. રોકાણથી લાભ થશે. ધન સંબંધિત વિવાદનો અંત આવશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. દાંપત્યજીવન ખુશહાલ રહેશે.
આ પણ વાંચો: Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્ય ગુરુનો ષડાષ્ટક યોગ લાભકારી છે. ગુરુ અને સૂર્યના પ્રભાવથી ધનના સ્ત્રોત ખુલશે. કરજથી મુક્તિ મળશે. વિદેશ યાત્રાથી લાભ થશે. અટકેલું ધન પરત મળશે. બીમારીઓથી રાહત મળશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સુધરશે. સંબંધ મજબૂત થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)