12 વર્ષ પછી સર્જાશે આ બે બળવાન ગ્રહોની યુતિ, 12માંથી 3 રાશિના લોકોને આ સમય દરમિયાન થશે સૌથી વધુ લાભ
Surya Guru Yuti 2023: જ્યારે કોઈ બળવાન ગ્રહ બીજા ગ્રહ સાથે યુતિ સર્જે છે ત્યારે તેની અસર સૌથી વધુ જોવા મળે છે. આવી જ યુતિ 22 એપ્રિલે જોવા મળશે. 22 એપ્રિલે સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં એક સાથે ગોચર કરશે. આ યોગનું નિર્માણ 12 વર્ષ પછી થઈ રહ્યું છે. તેથી તેનો પ્રભાવ પણ વિશેષ રીતે જોવા મળશે.
Surya Guru Yuti 2023: જ્યોતિષ અનુસાર એક નિશ્ચિત સમય અવધિમાં ગ્રહો નક્ષત્ર અને રાશિ બદલતા હોય છે. આ સમય દરમિયાન તેની અસર દરેક વ્યક્તિના જીવન પર જોવા મળે છે. આ અસર સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ બળવાન ગ્રહ બીજા ગ્રહ સાથે યુતિ સર્જે છે ત્યારે તેની અસર સૌથી વધુ જોવા મળે છે. આવી જ યુતિ 22 એપ્રિલે જોવા મળશે. 22 એપ્રિલે સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં એક સાથે ગોચર કરશે. આ યોગનું નિર્માણ 12 વર્ષ પછી થઈ રહ્યું છે. તેથી તેનો પ્રભાવ પણ વિશેષ રીતે જોવા મળશે. ખાસ કરીને ત્રણ રાશિ એવી છે કે જેમના જીવન ઉપર તેનો પ્રભાવ સૌથી વધુ જોવા મળશે. આ ત્રણ રાશિના લોકોને આ સમય દરમિયાન ધનલાભ, વેપારમાં ફાયદો, નોકરીમાં પ્રગતિ સહિતના લાભ મળશે. તો ચાલો જાણીએ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ
આ પણ વાંચો:
મેષ રાશિ
સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં ગોચર કરશે તેના કારણે આ રાશિના લોકોને લાભ થશે. આ યુતિના કારણે મેષ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર આવશે અને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. અવિવાહિક લોકોને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકોને પણ સૂર્ય અને ગુરુની યુતિનો લાભ થશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને વેપારમાં સફળતા મળશે. જે લોકો બેરોજગાર છે તેમને રોજગારીની તકો પ્રાપ્ત થશે. વ્યક્તિત્વમાં નિખાર આવશે જેના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થશે.
સિંહ રાશિ
સૂર્ય અને ગુરુની આ યુતિ સિંહ રાશિના લોકોને અનુકૂળ સમય પ્રદાન કરશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના શુભ સમાચાર મળશે. વિદેશ યાત્રા ના પણ યોગ સર્જાઇ રહ્યા છે. આ સમય વિદ્યાર્થીઓ માટે શાનદાર સાબિત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)