Surya Guru Yuti 2023: દેવગુરુ બૃહસ્પતિ એ મંગળની રાશિ મેષમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા 14 એપ્રિલે સૂર્ય એ પણ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં મેષ રાશિમાં સૂર્ય અને ગુરુની યુતિ સર્જાય છે. મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો આ સંયોગ 12 વર્ષ પછી બન્યો છે. જેની શુભ અને અશુભ અસર દરેક રાશિ પર જોવા મળશે. પરંતુ પાંચ રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન લાભ થશે. આ રાશિના લોકોનો ભાગ્યોદય થશે. આ યુતિ 15 મે સુધી રહેવાની છે જેના કારણે આ રાશિના લોકોને અઢળક લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


મેષ રાશિના લોકોને સૂર્ય અને ગુરુની યુતિ લાભ આપશે. દરેક કાર્યમાં સફળતા મળશે અને માન સન્માનમાં વૃદ્ધિ થશે. ધનલાભ થશે. નોકરી અને વેપારમાં સફળતા મળશે.


આ પણ વાંચો:


Ravivar Upay: રવિવારે કરેલા આ કામ જીવનમાં આવેલા સંકટ થશે દુર


પૈસાની બાબતે હંમેશા રહે છે ચિંતા? તો અજમાવો તુલસીના મૂળનો આ અચૂક ઉપાય, થશે ધનના ઢગલા


આ 3 રાશિ છે માતા લક્ષ્મીની પ્રિય, આ રાશિના લોકોને નથી હોતી આવક ચિંતા, કરે છે જલસા


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને પણ સૂર્ય અને ગુરુની યુતિ લાભ આપશે. કારકિર્દીમાં મોટી સફળતા પ્રાપ્ત થશે. પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આવક વધશે. રોકાણથી લાભ થશે. 


સિંહ રાશિ


સિંહ રાશિના લોકોને આ સમય દરમિયાન ભાગ્ય સાથ આપશે. કાર્યોમાં સફળતા મળશે અને અટકેલા કામ પણ પૂરા થશે. કામકાજમાં પ્રગતિ થશે અને આવકમાં વધારો થશે. 


કર્ક રાશિ


કર્ક રાશિને પણ સૂર્ય અને ગુરુનો સંયોગ લાભ આપશે. નોકરી કરનાર લોકોને બઢતી મળી શકે છે. વેપારમાં પણ લાભના યોગ સર્જાઇ રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે.


મીન રાશિ


મીન રાશિના લોકોને પણ સૂર્ય અને ગુરુ લાભ કરાવશે. સમાજમાં યશ પ્રાપ્તિ થશે. સફળતા મળશે અને માન સન્માનમાં વધારો થશે. કામકાજમાં સુધારો થશે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)