અમદાવાદ : સુર્ય 13 ફેબ્રુઆરી બુધવારે કુંભ રાશીમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગીને 47 મિનિટે પ્રવેશ કરશે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં સુર્ય-બુધ સાથે આવશે. કુભ રાશીમાં સુર્ય અને બુધનું મિલન થશે. શનિની દ્રષ્ટી સુર્ય બુધ પર થશે. મહા યોગ બન્યો છે. આ ફાલ્ગુન સંક્રાતીમાં તમને ઘણો લાભ મળશે. માલામાલ થવા માટે ઉપાય કરી શકો છો, કારણ કે સેંકડો વર્ષો બાદ આ પ્રકારનો યોગ આવી રહ્યો છે. 

કઇ રાશીઓને આપશે ધનલાભ
રાશિ પરિવર્તનનાં કારણે 6 રાશીઓ માટે ખુબ જ શુભ યોગ સર્જાઇ રહ્યા છે. તેમાં વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધન અને મીન રાશીનો સમાવેશ થાય છે. આ રાશિના લોકો જે કામમાં હાથ નાખશે તેમાં ખુબ જ ધન લાભ મળશે. ધન કમાવાનો ખુબ જ સારો અવસર મળશે. નોકરી વ્યાપારમાં લાભ થશે. જાણો સુર્યના રાશિ પરિવર્તનથી કઇ રાશીઓ પર કેવો પ્રભાવ પડશે. 
મેષ : આ પરિવર્તનથી મેષ રાશીના લોકોનાં જીવનમાં બધુ જ શુભ થશે. કામમાં થઇ રહેલ મોડાથી નિરાશ ન થવું. ઇન્ટરવ્યુમાં સફળતા મળશે. ગણેશજીને લાડુનો પ્રસાદ ચડાવવાથી ફાયદો.
વૃષભ : પૈસાની તંગીથી પરેશાન છો તો હવે આ પરેશાની દુર થશે. આવકનાં સાધવ વધશે. તમામ અટકેલા કામ થવા લાગશે. શીવજીને જળ ચડાવવું.
મિથુન : પ્રેમમાં સફળતા મળશે. કામમાં જોર લગાવવું પડશે. અભ્યાસમાં લાંબા સમયથી થયેલી સમસ્યાઓનો ઉકેલ આવશે. મિત્રો સાથે મુલાકાત થશે. 
કર્ક : ઓફીસમાં મન નથી લાગી રહ્યું. બહારના કામનો ઉકેલ લાવો. યાત્રાની યોજના બનાવી શકો છો. આ માટે હનુમાનજીને ફુલ ચડાવી શકાય છે. 
સિંહ : યાત્રાથી નુકસાન થશે. તમારા કામ પર યથાવત્ત રહેવું જોઇએ. નાણાના લાભનો યોગ બનશે. ગળામાં નારંગી રંગનો દોરો બાંધવો હિતાવહ છે. 
કન્યા : નવી મિત્રતાથી લાભ મળશે. નવી નોકરીઓનો યોગ બની રહ્યો છે. નાની ઇલાયચી ખીચામાં રાખો. અંબેમાના ચરણોમાં ફુલ અર્પણ કરો.
તુલા : ભવિષ્યની ચિંતા છોડી દો. હનુમાનજીની પુજા કરતા રહો. બાધાઓ દુર થશે. શિક્ષણમાં સારુ પ્રદર્શન કરશો.
વૃશ્ચિક : કોઇ કામ પર ગુસ્સો અને જિદ કરવાની નુકસાન થઇ શકે છે. શાંતિથી કામ કરવાથી લાભ થશે, વેપાર અને નોકરીમાં સફળતા મળશે. 
ધન : સુર્યના રાશિ પરિવર્તનથી ખુશખબરી મળશે. અનેક મોટા કામ થઇ શકે છે. મનની કોઇ પણઇચ્છા પુર્ણ થશે. પીળો રૂમાલ સાથે રાખો.
મકર : ધેર્ય જાળવી રાખો. નોકરીમાં લાભ થશે. અભ્યાસમાં સારૂ પ્રદર્શન કરી શકો છો. મીઠાનું દાન કરવું જોઇએ.
કુંભ : માનસિક તણાવ ઘટશે. અટકેલા કામ ફરીથી થવા લાગશે. વેપાર અને અભ્યાસમાં મન લગાવી શકાશે.
મીન : વધારે ઉતાવળ કરવાથી નુકસાન થઇ શકશે. મનને સ્થિર રાખો. માતાને નારાજ ન કરો. દહી ખાઇને ઘરેથી નિકળો.