111 વર્ષ બાદ રહસ્યમયી કેતુ અને સૂર્યનો દુર્લભ સંયોગ, આ રાશિવાળા પર ધનના દેવતાની કૃપા થશે, જબરદસ્ત લાભ થશે
ગ્રહોના રાજા સૂર્ય અને રહસ્યમયી ગ્રહ કેતુ સપ્ટેમ્બરના અંતમાં હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. આવામાં કઈ રાશિઓને જબરદસ્ત ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો...
ગ્રહોના રાજા સૂર્ય એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. સૂર્ય રાશિ પરિવર્તનની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જેની અસર તમામ 12 રાશિઓ પર થતી હોય છે. સૂર્યને આત્મા, પિતાનો કારક ગ્રહ ગણવામાં આવે છે. આ સાથે જ ગ્રહોના રાજાને સુખ સમૃદ્ધિ, માન સન્માનના પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. અત્રે જણાવવાનું કે સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય બુધની રાશિ કન્યા રાશિમાં બિરાજમાન છે. જ્યાં પહેલેથી જ કેતુ છે. બીજી બાજુ સપ્ટેમ્બર મહિનાના અંતમાં સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યાં કેતુ છે આવામાં સૂર્ય અને કેતુનું દુર્લભ સંયોજન થશ. મિત્રની રાશિ અને મિત્રના નક્ષત્રમાં બંને ગ્રહોની યુતિ થવાથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. સૂર્ય અને કેતુના હસ્ત નક્ષત્રમાં હોવાથી કોને લાભ થઈ શકે ખાસ જાણો.
વૈદિક પંચાંગ મુજબ સૂર્ય 27 સપ્ટેમ્બરે 1.20 વાગે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 10 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. આવામાં કેતુની સૂર્ય સાથે યુતિ 10 ઓક્ટોબર સુધી રહેશે. હસ્ત નક્ષત્રનો સ્વામી ચંદ્રમા છે. આ સાથે જ સમગ્ર સૌર મંડળના રાજા સૂર્ય પોતે છે. હસ્તનો સંબંધ તમારા ભાગ્ય સાથે હોય છે. આવામાં તમારું ભાગ્ય ચમકી શકે છે. આ નક્ષત્રમાં કરાયેલા કાર્યો લાંબા સમય સુધી શુભ ફળ આપી શકે છે. તમારા પર કુબેર ભગવાનની પણ વિશેષ કૃપા રહેશે.
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં તમને સ્થિરતા જોવા મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ તમને ખુબ લાભ થઈ શકે છે. તમને કોઈ પ્રોજેક્ટ કે પછી ઓર્ડર મળી શકે છે. અપ્રત્યાશિત સ્ત્રોતથી લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો તાલમેળ બેસશે. સ્વાસ્થ્ય અંગે થોડા સતર્ક રહેવાની જરૂર છે. આ સાથે જ બેરોજગાર લોકોને નોકરીમાં નવી તક મળી શકે છે.
ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનું હસ્ત નક્ષત્રમાં જવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. નવી નોકરીની શોધ કરી રહેલા જાતકોને ખુબ સફળતા મળી શકે છે. પદોન્નતિની સાથે પગારમાં સારો એવો વધારો થઈ શકે છે. તમે તમારા કામથી સંતુષ્ટ થઈ શકો છો. વેપારમાં પણ તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ કામ આવી શકે છે. ખુબ નફો થઈ શકે છે. તમે તમારા હરીફોને કાંટાની ટક્કર આપશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)