જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહ સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે. જેનો પ્રભાવ માનવજીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે બે મિત્ર ગ્રહ સૂર્ય અને મંગળની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ 18 ઓક્ટોબરના રોજ બનશે. કારણ કે 18 ઓક્ટોબરે સૂર્ય દેવ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ દેવ પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન છે. આથી આ બંનેની યુતિનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમયે આકસ્મિક ધનલાભ અને કરિયર  તથા કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો કઈ છે તે લકી રાશિઓ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કન્યા રાશિ
કન્યા વાળા માટે સૂર્ય અને મંગળની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી ધન સ્થાન પર બની રહી છે. આથી આ સમયે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ તમારું અટવાયેલું ધન પાછું મળશે અને તમારા જીવનમાં સુખ સુવિધાઓ વધશે. વાણીમાં પ્રભાવ વધશે. જેનાથી લોકો તમારી સાથે જોડાશે. તેનો અર્થ એ કે નવા સંબંધ બનશે. આ સાથે જ નોકરીયાત લોકોની ઓફિસમાં ઓળખ બનશે અને તમારા કામના વખાણ થશે. માન સન્માનમાં વધારો થશે. જે લોકો મીડિયા, માર્કિટિંગ, શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને આ સમય લાભકારી રહી શકે છે. 


ધનુ રાશિ
સૂર્ય અને મંગળનો સંયોગ ધનુ રાશિના જાતકોને અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો કરી શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. વિદેશ જવાનો પ્રયત્ન કરનારા લોકોને સફળતા મળી શકે છે. આ સાથેજ જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો શેરબજાર, સટ્ટો અને લોટરીમાં રોકાણ કરવા માંગતા હોય તેઓ કરી શકે છે. સમય અનુકૂળ છે. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ યુતિ લાભકારી રહેશે. કારણ કે આ યોગ તમારી રાશિથી ત્રીજા ભાવમાં થશે. આથી આ સમય તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ તમે શત્રુઓ પર હાવિ થશો અને પરિવારના લોકો વચ્ચે એક્તા વધશે. જે લોકોનો વેપાર વિદેશ સાથે જોડાયેલો છે તે લોકોને આ સમય શુભ ફળ આપનારો રહેશે. આ સાથે જ આ સમયગાળામાં તમને ભાઈ બહેનનો સહયોગ મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)