Surya ka Rashi Parivartan 2023 in Sinh: જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમય પર વિવિધ રાશિઓમાં પ્રવેશ કરે છે. દરેક ગ્રહના રાશિ પરિવર્તનનો સમય અલગ અલગ છે. જેમ કે સૂર્ય 30 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે. શનિ અઢી વર્ષમાં રાશિ બદલે છે. આ ગ્રહ ગોચરની તમામ 12 રાશિઓ પર અસર પડે છે. ઓગસ્ટમાં સૂર્ય રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું એક વર્ષ બાદ સિંહ રાશિમાં ગોચર થઈ રહ્યું છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને સૂર્યનું સ્વરાશિ સિંહમાં પ્રવેશ મોટું પરિવર્તન લાવશે. સૂર્ય 17 ઓગસ્ટ 2023ના રોજ સિંહમાં ગોચર કરશે અને 16 સપ્ટેમ્બર 2023 સુધી સિંહમાં રહેશે. આવો જાણીએ આ મહાફેરફારની તમામ 12 રાશિઓ પર શું શુભ અશુભ અસર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાશિવાળા માટે શુભ છે ઓગસ્ટનું સૂર્ય ગોચર
17 ઓગસ્ટના રોજ થઈ રહેલું સૂર્યનું ગોચર મેષ, સિંહ, કન્યા, મિથુન અને ધનુ રાશિવાળા માટે શુભ રહેશે. આ જાતકોને કરિયર અને વેપારમાં સફળતા મળશે. નોકરી કરનારાઓને પદ અને પ્રતિષ્ઠા મળી શકે છે. પગાર વધી શકે છે. જ્યારે વેપાર કરનારાઓની પણ પ્રગતિ થશે. વેપારનો વિસ્તાર થશે. કોઈ ડીલ પાક્કી થઈ શકે છે કે કોઈ મોટો ઓર્ડર મળી શકે છે. ધનલાભ થશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. કરિયરની સાથે સાથે ખાનગી જીવનની રીતે પણ આ રાશિવાળા માટે સારો સમય રહેશે. તમારા સંબંધો સારા થશે. જીવનમાં ખુશીઓ આવશે. તમે વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. 


આ રાશિવાળાએ સંભાળીને રહેવું પડશે
સૂર્યનો સિંહ  રાશિમાં પ્રવેશ વૃષભ, તુલા, અને કુંભ રાશિવાળા માટે સારો ન કહી શકાય. આ રાશિવાળાઓએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ધનની લેવડદેવડને લઈને સતર્ક રહેવું. કોઈને ઉધાર પૈસા આપવા નહીં. નહીં તો પૈસા ફસાઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખો. નહીં તો બજેટ બગડી શકે છે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં થોડી મંદી આવી શકે છે. જો કે નોકરીયાતો  માટે સમય સામાન્ય રહેશે. અંગત જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે સંભાળીને વાત કરવી. ગુસ્સાથી બચો. તણાવ થઈ શકે છે. 


અન્ય રાશિવાળા માટે સૂર્યનું સિંહમાં ગોચર સામાન્ય રહેશે. તેમને સમયાંતરે ધનલાભ થતો રહેશે. જ્યારે નોકરીયાતોને ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનના યોગ બની શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)