Sun ka Rashi Parivartan 2023 in Singh: વૈદિક જ્યોતિષ સુજબ સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યનું રાશિ ગોચર સંક્રાંતિ કહેવાય છે. હાલ સૂર્ય કર્ક રાશિમાં છે અને આવનારી 16 ઓગસ્ટ 2023ના રોજ ગોચર કરીને સિંહ  રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું ગોચર અનેક લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવશે. કારણ કે સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સૂર્યનું સ્વરાશિ સિંહમાં ગોચર તમામ 12 રાશિવાળાના જીવન પર મોટી અસર કરશે. સૂર્ય સફળતા, સ્વાસ્થ્ય, આત્મસન્માનના દાતા છે.  જે 3 રાશિવાળાના જીવનમાં ખુબ લાભ કરાવશે. આ જાતકોને કરિયરમાં પ્રગતિ થશે. કોઈ મનોકામના પૂરી થશે. ધનલાભ  પણ થશે. એવું કહી શકાય કે સૂર્ય એક મહિનો સુધી સિંહ રાશિમાં રહેશે તે સમય દરમિયાન આ જાતકોને ખુબ લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્ય ગોચર આ રાશિવાળાને કરાવશે મબલક લાભ


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય ગોચરથી બનનાર વાશિ રાજયોગ આત્મવિશ્વાસ વધારશે. વ્યક્તિત્વને નિખારશે. આર્થિક લાભ થશે. તમારી આવક વધશે. કૌટુંબિક જીવન વધુ સારું થશે. દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. પાર્ટનરશીપમાં કામ કરનારા લોકોને લાભ થશે. વેપાર સારો ચાલશે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળાને વાશિ રાજયોગ ખુબ ફાયદો  કરાવશે. આ લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. નોકરી વેપારમાં સફળતા મળશે. કરિયર સારી ચાલશે. આર્થિક ઉન્નતિ થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. જીવનનમાં સુખ વધશે. ધન આવવાના નવા સ્ત્રોત ઊભા થશે. 


ધનુ રાશિ
સૂર્યના રાશિ પરિવર્તનથી બનેલો વાશિ રાજયોગ ધનુ રાશિના જાતકોને ખુબ લાભ  કરાવશે. ભાગ્યનો સાથ મળવાથી તમામ કામ પૂરા થતા જશે. એક પછી એક સફળતા મળવાથી તમે ખુશી મહેસૂસ કરશો. વેપાર સારો ચાલશે. તમે મુસાફરી કરી શકો છો. વિદેશથી ભણવાનું સપનું પૂરું થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)