Surya Gochar 2023: સૂર્યને તમામ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. દર મહિને એક નિશ્ચિત તારીખે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે. જેને સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. જે રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે, સંક્રાંતિને તે રાશિના નામે ઓળખવામાં આવે છે. જેમ કે આ વખતે 14 જાન્યુઆરીના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તો આવામાં તે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. અત્રે જણાવવાનું કે સૂર્ય હાલ ધનુ રાશિમાં બિરાજમાન છે. સૂર્યનું હવે પછીનું ગોચર કઈ રાશિના જાતકોને વિશેષ લાભ પહોંચાડશે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના જાતકો માટે આ સમય ઉત્તમ રહેવાનો છે. પરંતુ આમ છતાં આ દરમિયાન કોઈ નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચાર કરી લો. બેરોજગારો માટે પણ આ સમય કપરો રહેશે. વિદ્યાર્થીઓ જો આ સમયગાળામાં મહેનત કરશે તો તેમને મહેનતનું ફળ જરૂર મળશે. આ દરમિયાન કરિયરમાં સફળતાના યોગ બની રહ્યા છે. પરંતુ પ્રેમ પ્રસંગથી દૂર રહેવું ફાયદાકારક રહેશે. 


મિથુન રાશિ
સૂર્ય ગોચર કરવાથી મિથુન રાશિના જાતકોને અનેક કાર્યોમાં વિધ્નો તો આવશે પરંતુ પ્રયત્નોથી સફળતા જરૂર મળશે. કૌટુંબિક સુખ સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે જ બિમાર રહેતા જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે. એટલું જ નહીં હનુમાનજીની પૂજાથી વ્યક્તિને શુભ પરિણામોની પ્રાપ્તિ થશે. 


જો તમારી કુંડળીમાં આ 5 યોગ છે તો એટલું ધન મળશે કે ગણી નહીં શકો 


Makar Sankranti: શનિ કેમ પોતાના પિતા સૂર્યને માને છે દુશ્મન? જાણવા જેવું છે કારણ


રાહુ તમારું 2023 નું વર્ષ બગાડશે, ભાગ્યાંક 2, 4, 6, 7 વાળાએ ખાસ જાણવી જરૂરી છે આ


કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને આ દરમિયાન અપાર સફળતા મળશે. પરંતુ તમારે યોગ્ય સમયની ઓળખ કરવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ યોગ્ય સમયની ઓળખ કરવાથી વ્યક્તિને શુભ પરિણામ મળશે. આ મહિના બાદ ધન સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ સમય અનુકૂળ છે. 


મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગોચર આ રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે. અટકેલા કામો આ સમયગાળામાં પૂરાં થશે. એટલું જ નહીં કોઈ પણ નવા કાર્યમાં પણ હાથ અજમાવી શકો છો. કોઈ પણ કામ કરવામાં આ સમયે ઉતાવળ કરવી એ ખોટું સાબિત થઈ શકે છે. કોઈ પણ કામને હદથી વધુ ન કરો. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube