નવી દિલ્હીઃ Surya Rashi Parivartan 2023 in Gemini: મિથુન રાશિમાં સૂર્યનું ગોચર 15 જૂન 2023ના સાંજે 6.07 કલાકે થશે કારણ કે પિતા ગ્રહ સૂર્ય શુક્ર શાસિત વૃષભને છોડીને બુધ શાસિત મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિમાં પિતા ગ્રહ સૂર્ય એક મહિના માટે રહેશે અને પછી 16 જુલાઈ 2023ના સવારે 4.59 કલાકે ચંદ્રમા દ્વારા શાસિત કર્ક રાશિમાં ગોચર કરશે. સૂર્યનું મિથુન રાશિમાં ગોચર પાંચ રાશિના જાતકો માટે લાભકારી રહેવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ આ ગ્રહ ગોચર દરમિયાન આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધશે. શિક્ષણના મામલામાં ગોચર અનુકૂળ રહેશે અને તમને સારા પરિણામ મળશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકો માટે આ સમય અનુકૂળ છે. સાથે સાહિત્ય સાથે જોડાયેલા લોકોના માન-સન્માનમાં વધારો થશે તો ચિકિત્સા સાથે જોડાયેલા લોક માટે આ સમય સારો રહેશે. 


વૃષભ રાશિઃ વ્યક્તિત્વમાં સકારાત્મકતા આવવાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યા ખતમ થઈ જશે. ઘર બનાવવા કે ખરીદવા માટે સારો સમય છે. તમારા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાથી આર્થિક પક્ષ મજબૂત થશે. પ્રમોશન મળવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદેશના મિત્રો તથા સંબંધિઓ પાસેથી અપ્રિય સૂચના મળવાનો યોગ છે. 


આ પણ વાંચોઃ લવ મેરેજ કરવા હોય તો આ અક્ષરવાળા છોકરા સાથે કરજો, બને છે ખૂબ જ સારા લાઈફ પાર્ટનર


સિંહ રાશિઃ લાંબા સમયથી નોકરી સાથે જોડાયેલી સમસ્યાનું સમાધાન થશે. સરકારી નોકરી માટે મહેનત કરી રહેલાં લોકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને નવા પ્રોજેટ્ક્સની સંભાવના છે. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. ધન લાભ થશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં અનુકૂળ કાર્યો કરવાનો અવસર પ્રાપ્ત થશે. જમીન કે પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા મામલાનો ઉકેલ આવશે. ઘર કે વાહન ખરીદવા ઈચ્છો છો તો આ ગોચર અનુકૂળ રહેશે. 


મકર રાશિઃ તમારી દિનચર્ચામાં કેટલાક સકારાત્મક ફેરફાર જોવા મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. જેટલું બને એટલા ખોટા કામથી દૂર રહો. સંતાનને લઈને કોઈ ચિંતા મનમાં થઈ શકે છે. આ સમય તમારા માટે શુભ રહેશે. યાત્રા સાવધાનીથી કરો. સામાન ચોરી થવાથી બચાવો. જો તમે કોઈ બીજા દેશની નાગરિકતા માટે પ્રયાસ કરવા ઈચ્છો છો તો આ ગ્રહ ગોચર અનુકૂળ રહેશે. 


કુંભ રાશિઃ ઓફિસમાં પ્રમોશનની સાથે-સાથે માન-સન્માનમાં વધારો થશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બિઝનેસમાં પાર્ટનરની સાથે તાલમેલ બનાવીને ચાલો, ત્યારે સફળતા મળશે. ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. કાર્ય વ્યવસાય કે વેપારમાં પ્રગતિનો યોગ છે. 


આ પણ વાંચોઃ આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube