surya Rashi Parivartan October 2023: ગ્રહોના રાજા સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. આ રીતે સૂર્યને એક રાશિચક્ર પૂર્ણ કરવામાં આશરે એક વર્ષનો સમય લાગે છે. ઓક્ટોબર મહિનામાં સૂર્ય એક વર્ષ બાદ તુલા રાશિમાં આવી જશે. સૂર્યનું ગોચર 18 ઓક્ટોબરે મોડી રાત્રે 1.42 કલાક પર થશે. તુલા રાશિમાં સૂર્ય 17 નવેમ્બર સુધી રહેશે અને પછી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના 365 દિવસ બાદ તુલા રાશિમાં આવવાથી ઘણા જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 વૃષભ રાશિ
સૂર્યના તુલા રાશિમાં આવવાથી વૃષભ રાશિના જાતકોની સુખ-સુવિધામાં વધારો થવાનો છે. કોર્ટ-કચેરીમાં ચાલી રહેલા મામલાનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. આ દરમિયાન યાત્રાનો યોગ બની રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. 


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન અચાનક ધનલાભ કરાવી શકે છે. આ દરમિયાન તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. તો પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલા વિવાદો સમાપ્ત કરવામાં સફળ થઈ શકો છો. પરંતુ આ દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. 


આ પણ વાંચોઃ રોજ સવારે આ 5 કામ કરવાથી તમારાથી હંમેશા દૂર રહેશે ગરીબી, હંમેશા સાથ આપશે નસીબ


ધન રાશિ
ધન રાશિના જાતકો માટે સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ વરદાન સમાન છે. આ દરમિયાન તમારા પ્લાન સફળ થશે. જો તમે નોકરી શકો છો કો આવકમાં વધારા સાથે પ્રમોશન થઈ શકે છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન લાભકારી રહેવાનું છે. આ દરમિયાન તમે તમારૂ ટેલેન્ટ દેખાડવામાં સફળ થશો. સૂર્યના પ્રભાવથી તમને ધનલાભ થઈ શકે છે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને શુભ પરિણામ મળી શકે છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube