કર્મફળના દાતા શનિ વ્યક્તિઓને કર્મોના હિસાબ પ્રમાણે ફળ આપે છે. શનિ લગભગ અઢી વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે. આવામાં રાશિ ચક્ર પૂરું કરવામાં શનિને 30 વર્ષનો સમય લાગે છે. પરંતુ સમયાંતરે સ્થિતિમાં ફેરફાર થતો રહે છે. આ ઉપરાંત સૂર્ય પણ દર મહિને રાશિ પરિવર્તન કરે છે. નવગ્રહોમાંથી સૂર્યનું પણ વિશેષ મહત્વ છે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય અને શનિ પિતા પુત્ર ગણાય છે. પરંતુ બંને વચ્ચે શત્રુતાનો ભાવ છે. ઓગસ્ટ મહિનામાં સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. તેઓ પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવાના છે. બીજીબાજુ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. બંને રાશિ  સ્વરાશિમાં હોવાના કારણે એકબીજાની સામે છે. આ બંને ગ્રહોનું એકબીજાની સામે હોવું એ અનેક રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારી શકે છે. પરંતુ કેટલીક એવી પણ રાશિઓ છે જેને ખુબ લાભ થવાનો છે. શનિ અને સૂર્યનું આમને સામને થવું એ કોને ફાયદો કરાવશે તે જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિમાં ગુરુ અને મંગળ ભ્રમણ કરશે. આવામાં તમારા જીવનમાં ખુશીઓ આવશે. સૂર્ય ચોથા ભાવમાં છેઆવામાં આ રાશિના જાતકોની કરિયર ખુબ સારી રહેશે. કાર્યસ્થળ પર તમારા કામકાજને બિરદાવવામાં આવશે. ઉચ્ચ અધિકારી તમને કોઈ મોટી જવાબદારી પણ સોંપી શકે છે. આ સાથે તમારા પગારમાં પણ વધારો થઈ શકે છે. જો તમે મકાન, પ્લોટ કે પછી વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. સંતાન સુખની પ્રાપ્તિ થશે. આ સાથે તમે તમારી રૂચિ મુજબ કરિયરની પસંદગી કરી શકો છો. જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. લગ્નજીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 


સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે પણ શનિ સૂર્યનું આમને સામને આવવું એ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કરિયરની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. આકસ્મિક ધનલાભ સાથે કોઈ મોટા ગુડ ન્યૂઝ મળી શકે છે. લગ્નજીવન સારું રહેશે. પતિ-પતની વચ્ચે ચાલી રહેલી લડાઈનો અંત આવી શકે છે. વેપારમાં લાભ થવાના આસાર છે. ભાગીદારીમાં કરાયેલો બિઝનેસ ખુબ લાભ કરાવી શકે છે. જીવનસાથીનો પૂરો સાથ મળશે. 


વૃશ્ચિક રાશિ
આ રાશિમાં સૂર્ય દશમ ભાવમાં બિરાજમાન રહેશે. આ  ભાવ કરિયરનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે જ શનિ ચતુર્થ ભાવમાં બિરાજમાન છે. આવામાં શનિની સાથે સાથે સૂર્યનો સકારાત્મક પ્રભાવ આ રાશિના જાતકોના જીવન પર પડશે. વિદેશથી સારો લાભ મળી શકે છે. વિદેશમાં શિક્ષણ મેળવવાની પણ તક મળી શકે છે. મકાન, વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. જમીન સંપત્તિમાં પણ ખુબ લાભ મળશે. કોઈ જૂની પ્રોપર્ટી તમને મળી શકે છે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)